Malaika Arora Father Hospitalised : મલાઈકા અરોડા પિતાની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણ થતાં મલાઇકા પણ  હોસ્પિટલ પહોંચી ગઇ હતી.

Continues below advertisement

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોડાના ઘરમાં હાલ ચિંતાનો માહોલ છે.  અભિનેત્રી તાજેતરમાં જ તેની માતા જોયસ સાથે મુંબઈની હોસ્પિટલની બહાર જોવા મળી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો, મલાઈકાના પિતાની તબિયત સારી નથી, તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને અભિનેત્રી તેની માતા સાથે તેના પિતાને મળવા ગઈ હતી.

હૉસ્પિટલમાંથી બહાર આવતી વખતે મલાઈકા અરોડાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની માતા સાથે હૉસ્પિટલમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ સફેદ ટી-શર્ટ અને બ્રાઉન લોઅર પહેર્યું છે અને તેના ચહેરા પર માસ્ક હતુ. વીડિયોમાં અભિનેત્રી ઉતાવળમાં જોવા મળી રહી છે. જોકે, હજુ સુધી  મલાઈકા કે તેના પરિવાર તરફથી કોઇ તેમના પિતાના સ્વાસ્થ્ય મામલે કંઇ અપડેટ નથી આપ્યું.

Continues below advertisement

, મલાઈકા ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, પછી તે પાર્ટીનો ચાર્મ હોય કે  અન્ય કોઇ ફંકશન  મલાઇકા સેન્ટ્રલ ઓફ એટ્રકશન રહે છે. મલાઇકા ફિટનેસ, સુંદરતા કે કોઇને કોઇ  કારણોસર સમાચારમાં રહે છે. અર્જુન અને તેના અફેરથી બધા વાકેફ છે. તાજેતરમાં, અર્જુન કપૂરે તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં ગર્લફ્રેન્ડ મલાઈકા હાજરીમાં જોવા મળી હતી.

પાર્ટીનો  વીડિયો સામે આવ્યો હતો.  જેમાં તે તેના સુપરહિટ ગીત ચૈય્યા છૈયા પર ટ્રાંસમાં ડાન્સ કરતી જોવા મળી હતી. પાર્ટીની રોનક  બનેલી મલાઈકાએ તે ખાસ દિવસે વ્હાઇટ એન્ડ રેડ ડ્રેસ  પહેર્યો હતો.જેમાં તે બેહદ ખુબસૂરત દેખાતી હતી.

મલાઈકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. યોગ અને વ્યાયામથી પોતાને ફિટ રાખવાની સાથે અભિનેત્રી લોકોને સ્વસ્થ રહેવાની ટિપ્સ પણ આપતી રહે છે. જેના માટે અભિનેત્રી ઘણીવાર વીડિયો દ્વારા યોગાસન વિશે માહિતી આપે છે. જો તમે પણ મલાઈકાની જેમ ફિટ રહેવા ઈચ્છો છો તેના આ ફિટનેસ રૂટીનને ફોલો કરીને એઝલેસ પર્સનાલિટિ ડેવલપ કરી શકો  છો.