મલાઈકા પોતાની ફિલ્મ્સથી વધારે જિમની તસવીરો અથવા તો હોલિડે તસવીરોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. મલાઈકા ભલે ફિલ્મ્સ કરતી ન હોય પરંતુ તેએ પોતાના આઈટમ સોંગથી પણ ફેન્સના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. મલાઈકા જ્યાં પણ જાય છે પાપારાઝી તેનો પીછો કરતા પહોંચી જાય છે. જોકે, મલાઈકા પણ ખૂબ જ સપોર્ટ કરે છે અને પોતાની તસવીરો પડાવે છે.
મલાઈકાએ પોતાના આ લુક માટે સ્પોર્ટ્સ બ્રાની સાથે શોર્ટ ટ્રેક પેન્ટ અને ટ્રેક જેકેટ પહેરેલ જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના એબ્સ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. મલાઈકાનો આ હોટ અંદાજ કેટલાક લોકોને પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી રહ્યા છે.
એક યૂઝરે કોમેન્ટ કરી, તમે જે કપડા પહેર્યા છે તે બકવાસ છે. એક અન્ય યૂછરે કમેન્ટ કરી- તમે જેકેટની ઝિપ બંધ પણ કરી શકતા હોત. મલાઈકાની આ તસવીરો પર લોકોએ એટલી અભદ્ર કોમેન્ટ કરી છે જેને અહીં લખી પણ ન શકાય. બીજી બાજુ મલાઈકાના ફેન્સ તેના વખાણ કરતા ટ્રોલર્સને જવાબ આપી રહ્યા છે.