મીટૂ પર મલાઇકા અરોડાનું વિચિત્ર નિવેદન, કહ્યું- 'લોકો વધારે પડતા બખાડા કરી રહ્યાં છે'
મુંબઇઃ ભારતમાં મીટૂ મૂવમેન્ટ હવે દરેક જગ્યાએ પ્રસરી છે, બૉલીવુડ, રમતથી લઇને બિઝનેસ જગતમાં પણ હવે મીટૂને સમર્થન મળવા લાગ્યું છે. યૌન ઉત્પીડનનુ દુઃખ ઝીલી રહેલી અનેક મહિલાઓએ પોતાની આપવીતી લોકો સમક્ષ ખુલીને મુકી છે. આ મુદ્દે હવે એક્ટ્રેસ મલાઇકા અરોડાએ વિચિત્ર નિવેદન આપ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, હૉલીવુડમાં મીટૂ મૂવમેન્ટની જબરદસ્ત અસર જોવા મળ્યા બાદ, હવે બૉલીવુડમાં પણ આની અસર જોવા મળી છે. તનુશ્રી દ્વારા નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન છેડતી થઇ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બૉલીવુડમાંથી અનેક મહિલાઓ પણ આ મુદ્દે ખુલીને પોતાની આપવીતી જણાવી રહી છે.
મલાઇકાએ કહ્યું કે, મનોરંજન જગતમાં મીટૂ મૂવમેન્ટમાં વધારે પડતો શોરબકોર થઇ રહ્યો છે, પણ વાસ્તવિક દુનિયામાં કોઇ ખુલીને સામે આવતુ નથી. લોકોની માનસિકતા કોઇ પ્રકારનો ચેન્જ નથી આવી રહ્યો.
મલાઇકાએ આ અંગે વાત કરતાં કહ્યું કે, ભારતમાં મીટૂ મૂવમેન્ટ પર ચેન્જ લાવવાના બદલે વધારે પડતો શોરબકોર થઇ રહ્યો છે. મને નથી લાગતું કે આમાં કોઇ વધારે પડતો ફેરફાર આવી રહ્યો છે. હું લોકોની વાતો સાંભળી રહી છું, મને લાગે છે કે આમાં વધારે પડતો શોર મચાવવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -