જિમમાં પણ હોટ અંદાજમાં જોવા મળે છે મલાઈકા અરોરા, જુઓ તસવીરો
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. 45 વર્ષની મલાઈકા 30 વર્ષની યુવતીઓને શરમાવે તેવું ફિગર ધરાવ છે. માત્ર બોલીવૂડ જ નહી પરંતુ દરેક લોકો મલાઈકાની ફિટનેસના દિવાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિટનેસની દુનિયામાં મલાઈકા હંમેશા ચર્ચામાં બની રહે છે. દરરોજ સોશિયલ મીડિયા પર મલાઈકાની તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં તે જિમમાં જતી નજરે પડે છે. દરરોજ મલાઈકા અલગ-અલગ આઉટ ફિટ્સમાં જોવા મળે છે.
1973માં જન્મેલી મલાઈકા અરોરા 45 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલે તે યંગ એક્ટ્રેસને પણ માત આપે છે. મલાઈકા રેગ્યૂલર જિમ જાય છે અને કલાકો સુધી વર્ક આઉટ કરે છે.
આજની પેઢીની નવી અભિનેત્રીઓને મલાઈકા ફિટનેસ મામલે માત આપી રહી છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાંથી સમય કાઢી મલાઈકા પોતાના શરીરને એકદમ ફિટ રાખે છે.
મલાઈકા જિમ જતી વખતે પણ ફેશનની કાળજી રાખે છે. મલાઈકાનો જિમ લૂક લાખો યુવતીઓ માટે ઈન્સપિરેશન છે. મલાઈકા હંમેશા ટ્રેન્ડી અને હોટ લૂકમાં જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -