Mandira Bedi Husband Raj Kaushal Death: મંદિરા બેદી (Mandira Bedi)ના પતિ રાજ કૌશલ (Raj Kaushal Passes Away)નુ આજે સવારે હ્રદય રોગનો હુમલો થવાના કારણે નિધન થઇ ગયુ છે. રાજે અભિનેતા તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. 49 વર્ષના રાજ એક ફિલ્મમેકર હતાં. સામે આવી રહેલી જાણકારી અનુસાર, રાજ કૌશલનુ નિધન સવારે 4.30 વાગે થયુ. રાજ કૌશલના નિધન પર બૉલીવુડની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. મંદિરા બેદી અને રાજ કૌશલના બે દીકાર અને એક નાની દીકરી છે. 


આ વાતની જાણકારી સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર આપી. તેને રાજ કૌશલ (Raj Kaushal Passes Away)ના પરિવારની તસવીર શેર કરતા લખ્યું- આપણે બધા એકદમ ઉંડા શોકમાં છીએ કે, મંદિરા બેદીના પતિ અને એડ ફિલ્મમેકર રાજ કૌશલનુ હ્રદય રોગના હુમલાથી આજે સવારે નિધન થઇ ગયુ છે.  



Raj Kaushal Death : એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનુ હ્રદય રોગના હુમલાથી થયુ નિધન, જાણો વિગતે


મંદિરા બેદી (Mandira Bedi) અને રાજ કૌશલે 14 ફેબ્રુઆરી, 1999એ લગ્ન કરી લીધા હતા. મંદિરા અને રાજની પહેલી મુલાકાત 1966માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી હતી, અને રાજ કૌશલ, મુકુલ આનંદના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં હતા. અહીંથી બન્નેએ એકબીજાને જોયા અને તેમને પ્યારની શરૂઆત થઇ હતી. રાજે પોતાની કેરિયરમાં ત્રણ ફિલ્મો - પ્યાર મે કભી કભી, શાદી કા લડ્ડૂ અને એન્થની કૌણ હૈનુ નિર્દેશન કર્યુ હતુ.  



12 વર્ષ સુધી પ્રેગ્નેન્ટ ના થવા પર મંદિરાએ કર્યો હતો ચોંકાવનારો ખુલાસો---- 
મંદિરા બેદીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની કારકિર્દી અને પર્સનલ લાઇફ પર વાતચીત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે કારકિર્દીનાં કારણે તે 12 વર્ષ સુધી મા બનવા નહોતી ઇચ્છતી. મંદિરા બેદીએ જણાવ્યું કે, “મારા 20નાં દાયકામાં હું મનોરંજનની દુનિયામાં મારા માટે જગ્યા બનાવી રહી હતી. 30નાં દાયકામાં મને અસુરક્ષાની ભાવના હતી અને 40નું દશક મને અત્યાર સુધીનું સૌથી સારું લાગી રહ્યું. મને ખુદથી પ્રેમ છે.”


મંદિરા બેદીએ જણાવ્યું કે, “મનોરંજનની દુનિયામાં મહિલાઓની લાંબી કારકિર્દી નથી. મને લાગે છે મારું કામ કરવાનું ક્યારેય પણ રોકાઇ શકે છે. ફિલ્મ અને ટીવી પર પોતાનાથી વધારે કામ કરનારા એક્ટરને જોઇને મારામાં અસુરક્ષાની ભાવના થાય છે.” મંદિરા બેદીએ 1999માં ડાયરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં 12 વર્ષ પછી મંદિરાએ બાળકને જન્મ આપ્યો. આના પર જ્યારે તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, “મે 2011માં દીકરાને જન્મ આપ્યો એટલે કે હું જ્યારે 39 વર્ષની હતી. મારા કૉન્ટ્રાક્ટ્સે મને પ્રેગ્નેન્ટ ના થવા દીધી. મને ડર હતો કે જો હું પ્રેગ્નેંટ થઈ ગઇ તો મારી કારકિર્દી ખત્મ થઈ જશે.”


તેણે વધુમાં કહ્યું કે, “મનોરંજનની દુનિયા ઘણી ખરાબ છે. હું મારા પતિની પરવાનગી વગર આવુ ના કરી શકું. મારા પતિનાં કારણે જ અમારા લગ્ન સફળ થઇ શક્યા.”