દીપિકા પાદૂકોણનો પહેલો બોયફ્રેન્ડ છે ગુજરાતી, કોની સાથે ફિલ્મોમાં કરી રહ્યો છે ડેબ્યૂ, જાણો વિગત
‘મણિકર્ણિકા’ના ડાયરેક્ટર કૃષ જગર્મામુડી છે અને ફિલ્મને કમલ જૈન અને જી સ્ટુડિયોને પ્રોડ્યુસ કર્યું છે. ‘મણિકર્ણિકા’માં કંગના રનૌતનું ઝાંસીની રાનીવાળો લુક થોડા દિવસ પહેલાં જ લીક થયો હતો અને વાયરલ થયો હતો. જો તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા પાદૂકોણ ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ મારફતે દર્શકોનું દિલ જીત્યું હતું તો તે હવે પોતાની ડેબ્યૂ ફિલ્મમાં બાજીરાવનું પાત્ર ભજવવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો પ્રમાણે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણીવાર ઈજાગ્રસ્ત થઈ જવા છતાં પણ તેમણે હિંમત ન હારી અને શૂટિંગ પૂરી કરી. ‘મણિકર્ણિકા’માં કંગના અને નિહાર સિવાય સોનૂ સૂદ અને અંકિતા લોખંડ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે.
યુદ્ધ આધારિત ફિલ્મમાં આવા ઐતિહાસિક રોલ ભજવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ ફિલ્મ માટે નિહારે માર્શલ આર્ટ, હૉર્સ રાઈડિંગ માટેના વિશેષ વર્કશોપમાં ભાગ લીધો હતો.
આ ફિલ્મમાં નિહાર બાજીરાવ-દ્વિતિયનો રોલ ભજવશે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન અને તેમની બહાદુરીના કિસ્સા-કહાનીઓ પર આધારિત છે. આ ફિલ્મમાં બાજીરાવનો રોલ ભજવવા માટે નિહારે ઘણા એક્ટિંગ અને ટ્રેનિંગ વર્કશોપ્સમાં ભાગ લીધો હતો.
સુત્રોના પ્રમાણે નિહાર કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’થી પોતાનો ગ્રાન્ડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 27 એપ્રિલ 2018ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મની જાહેરાત થયા બાદ તેની ઘણી ચર્ચા થઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મમાં કંગનાના લુકની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.
મુબંઈ: બોલિવૂડ ફિલ્મમેકર્સ હંમેશા નવા એક્ટર્સ સાથે કામ કરવા માટે ઉત્સાહિત રહે છે અને દરરોજ નવા એક્ટર્સ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટર્સની યાદીમાં વધુ એક નામ જોડાવવા જઈ રહ્યું છે. તે કોઈ નહીં પણ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -