Marathi Actress Bhagyashree Mote Sister Death: મરાઠી સિનેમા ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી મોટેની બહેન મધુ માર્કંડેયનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. પૂણેના પિંપરી-ચિંચવડના વાકડમાંથી તેની લાશ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના ચહેરા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઈ આ મામલે તપાસ શરૂ કરી છે.


અભિનેત્રીની બહેન ભાડે રૂમ જોવા ગઈ હતી


કહેવામાં આવી રહ્યું છે કે મરાઠી અભિનેત્રી ભાગ્યશ્રીની બહેન મધુ બેકર હતી. રવિવારે તે પોતાનો ધંધો વધારવા માટે ભાડા પર રૂમ જોવા નીકળી હતી. આ દરમિયાન મધુને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે નીચે પડી ગઈ. આ પછી મધુનો એક મિત્ર તેને હોસ્પિટલ લઈ ગયો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. બીજી તરફ એક અહેવાલ મુજબ મૃતક મધુના પરિવારને શંકા છે કે અભિનેત્રીની બહેનની હત્યા કરવામાં આવી છે. જોકે પોલીસ દાવો કરે છે કે તે 'અચાનક મૃત્યુ'નો કેસ હોઈ શકે છે.






આ મામલે પોલીસે શું કહ્યું?


વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર (વાકડ) સત્યવાન માનેએ જણાવ્યું હતું કે, “મધુ માર્કંડેય કેક બનાવતા હતા. રવિવારે મધુ અને તેનો મિત્ર રૂમ ભાડે રાખવા ગયા હતા. ત્યાં મધુ અચાનક ચક્કર આવતા નીચે પડી ગઈ. મધુને તેનો મિત્ર એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ તેને યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. અમે 'એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ' (ADR) રજીસ્ટર નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.


ભાગ્યશ્રી મોટેએ પોતાની બહેનને યાદ કરીને એક ઈમોશનલ નોટ લખી


આ પહેલા સોમવારે ભાગ્યશ્રી મોટેએ પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની સ્વર્ગસ્થ બહેનને યાદ કરીને એક ઈમોશનલ નોટ લખી હતી. તેણીએ તેમાં ઉલ્લેખ કર્યો છે કે તે તેની બહેન વિના તૂટી પડી છે. વધુમાં લખે છે કે મારી પ્રિય બહેને દુનિયાને અલવિદા કહી દીધું. હું ક્યારેય શબ્દોમાં વર્ણવી નહી શકું કે તમે મારા માટે શું છો. મારી માં, મારી બહેન, મારી દોસ્ત, વિશ્વાસપાત્ર અને બીજું શું નહી? તું મારા માટે સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર હતી. હું તમારા વિના સંપૂર્ણપણે ખોવાઈ ગઈ છું. તારા વિના આ જીવનનું શું કરું? તે મને આ ક્યારેય શીખવ્યું નથી. મૃત્યુ સાચું છે પણ હું તને જવા દેવા નથી માંગતી. હું તને ક્યારેય જવા દઈશ નહીં.


તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રી મોટેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં કદમ કથક (2022), ચિત્તાકોટુડુ ઇન ડાર્ક રૂમ (2019) અને પાટિલ (2018)નો સમાવેશ થાય છે.