Masaba Gupta: બૉલીવુડ અભિનેત્રીઓ હવે ફિલ્મો કરતાં પણ વધુ સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ થઇ ગઇ છે. અભિનેત્રી નીના ગુપ્તાની દીકરી (Neena Gupta Daughter) મસાબા ગુપ્તાએ એકવાર ફરીથી પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ચોંકાવી દીધા છે. બૉલીવુડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ની દીકરી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ તસવીરોથી આગ લગાવી દીધી છે. 


મસાબા ગુપ્તાએ વ્હાઇટ ઓફ શૉલ્ડર ડ્રેસમાં પોતાની કેટલીક બૉલ્ડ તસવીરો શેર કરી છે, આમાં તે કમાલની સુંદર અને હૉટ દેખાઇ રહી છે. મસાબા ગુપ્તા (Masaba Gupta) ભલે ફિલ્મોથી દુર છે, પરંતુ ફેશન વર્લ્ડનુ જાણીતુ નામ છે. આ તસવીરોમાં મસાબા ગુપ્તાનો ગ્લેમરસ અંદાજ બૉલીવુડની હીરોઇનોને પણ ઝટકો લાગી જશે. મસાબા ગુપ્તાની આ તસવીરો કોઇ શૂટ કે સેટની નથી લાગતી, તેનો આ અંદાજ કાતિલ છે. 




મસાબા ગુપ્તા ફેશન ડિઝાઇનિંગ ઉપરાંત એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂકી છે. તે નેટફ્લિક્સના શૉ 'મસાબા કા મસાબા' (Masaba Ka Masaba) માં દેખાઇ ચૂકી છે. 'મસાબા કા મસાબા'ની બન્ને સિઝન હિટ રહી છે. મસાબા રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે, સોશ્યલ મીડિયા પર તેની બૉલ્ડ તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. તે ટીવી રિયાલિટી શૉ ઇન્ડિયા ટૉપ મૉડલ શૉમાં જજ રહી ચૂકી છે. 


એક સમય હતો જ્યારે મસાબા ગુપ્તા પોતાની સ્કિન અને કલરને જોઇને ડિપ્રેશનમાં રહેતી હતી, તેને અરીસામાં પોતાનો ચહેરો જોવા પણ પસંદ ન હતો, પરંતુ આજે તે દેશની જ નહીં દુનિયાના ફેમસ ફેશન અને મેકઅપ આર્ટિસ્ટ છે. મસાબા ગુપ્તા હંમેશા મૉડર્ન અને વેસ્ટર્ન લૂકમાં દેખાય છે. ખાસ કરીને તેને મિડી ડ્રેસમાં વધુ જોવામાં આવે છે. મસાબા ગુપ્તા ફેશન જ નહીં પરંતુ ફિટનેસના મામલામાં પણ બૉલીવુડ હીરોઇનોને માત આપે છે.