નવી દિલ્હીઃ એક્ટર અને કોમેડિયન કપિલ શર્માના મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટમાં ગુરુવારે બપોરે ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે, ઘર ખાલી હોવાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઓશિવારા એપાર્મેન્ટના ચોથા માળ પર કપિલ શર્માનું ઘર છે.

મળતી માહિતી મુજબ આગ રસોડામાં લાગી હતી. સ્થાનીક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અડધી કલાકમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. કપિલના ઘરમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળલી જાણકારી અનુસાર, કપિલ શર્મા થોડા સમય પહેલા જ બીજા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો હતો અને આ ઘર ઘણાં લાંબા સમયથી ખાલી જ હતું.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કપિલનાં શો 'ધ કપિલ શર્મા શો'ની બીજી સીઝન હવે જામી છે. દર્શકો તેને ખુબ પસંદ પણ કરી રહ્યાં છે. હવે શોમાં શું નવાં ફેરફાર થાય છે તેનાં પર રહેશે સૌની નજર રહેશે.

કપિલ શર્મા હાલમાં ફેમિલી પ્લાનિંગ કરી રહ્યો છે. ટૂંક સમયમાં તેમનાં ઘરે નાનકડું બાળક આવવાનું છે. હાલમાં તેની પત્ની ગિન્ની ચતરથ પાંચ મહિનાની ગર્ભવતી છે. તેથી તેઓ બેબી મૂન માટે કેનેડા ગયા છે. આ કારણે ટૂંક સમયમાં ધ કપિલ શર્મા શોની સિઝન -2 માંથી બ્રેક લેશે.