નવી દિલ્હીઃ ટીવીના જાણીતા રિયાલિટી ગેમ શો કોન બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. દર વખતની જેમ જ આ વખતે પણ અમિતાભ બચ્ચન શો હોસ્ટ કરશે. જણાવીએ કે, સો માટે 1 મેના રોજથી રજિસ્ટ્રેશન શરૂ થશે. અમિતાભ હચ્ચને હાલમાં પોતાના બ્લોગ પર ફેન્સને તેની જાણકારી આપી છે. આ 11મી સીઝન છે.



2019માં 'કૌન બનેગા કરોડપતિ' સીઝન 11ની ટેગલાઈન 'અગર કોશિશ રખોગે જારી, તો KBC હોટ સીટ પર બૈઠને કી ઇસ બાર આપકી હોગી બારી'. નવા પ્રોમોમાં એક મહિલા જે છેલ્લાં સાત વર્ષથી શોમાં આવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી, તેને અમિતાભ કહે છે કે, વધુ એક વાર પ્રયત્ન કરો અને આશા ન છોડો.



અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું હતું કે, KBC માટેની તૈયારી શરૂ થઇ ગઈ છે. અત્યારે 2019 છે અને આ બધું 2000માં શરૂ થયું હતું. 19 વર્ષ અને 2 વર્ષનો ગેપ, પરંતુ 17 વર્ષનો સમયગાળો તમે મને આપેલી લાઈફ લાઈન છે.