નવી દિલ્હીઃ હાલ વિશ્વની નજર ફેશન જગતની પોપ્યુલર ઇવેન્ટ મેટ ગાલા 2019 પર છે. સોમવારે ન્યૂયોર્કમાં થયેલ આ ઇવેન્ટમાં દુનિયાભરના સ્ટાર્સે હાજરી આપી હતી. જેની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પણ જોવા મળી છે.



અન્ય એક્ટ્રેસિસની જેમ ઇશાનાં ડ્રેસે પણ સૌનું દિલ જીતી લીધું. તેણે લાઇટ પર્પલ કલરનું ગાઉન પહેર્યુ હતું જેને પ્રબલ ગુરંગે ડિઝાઇનક ર્યુ છે. ગુરુંગે વર્ષ 2018માં મેટ ગાલા માટે દીપિકાનો લૂક ડિઝાઇન કર્યો હતો. આ લૂકની સાથે જ ઇશાએ શાનદાર ડાયમંડ નેકલેસ, રિંગ્સ અને ઇયર રિંગ્સ પહેરી હતી. ઇશાનો લૂક વિદેશમાં જ નહીં ભારતમાં પણ વખાણાઇ રહ્યો છે. આ તમામ તસવીરો ફેશન ડિઝાઇનર પ્રબલ ગુરુંગે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે



તમને જણાવી દઈએ કે ઇશાએ ગયા વર્ષે બિઝનેસમેન આનંદ પીરામલ સાથે શાહી લગ્ન કર્યા હતા. જે મીડિયામાં ઘણા ચર્ચામાં રહ્યા હતા. જોકે આ ઇવેન્ટની વાત કરીએ તો ઇશા અંબાણીનો સિંપલ લુક હોવા છતા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના લુક કરતા પણ વધુ આકર્ષિત હતો. તમને જણાવી દઈએ કે આ વખતે મેટ ગાલાની થીમ Camps: Notes on Fashion રાખવામાં આવી હતી. ભારત તરફથી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ આ ઇવેન્ટનો હિસ્સો બની.