મુંબઈ: સિંગર અને કંપોઝર અનુ મલિક પર કેટલીક મહિલાઓએ MeToo મુવમેન્ટ હેઠળ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. જેને લઈને સિંગર અનુ મલિકને રિયલિટી શો ઇન્ડિયન આઇડલ-11 છોડી દીધું છે. અનુ મલિકને સોશિયલ મીડિયા પર વિવાદ થયા બાદ એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. પરંતુ વિવાદ ન અટકતા બાદમાં અનુ મલિકે શોથી બહાર જવાનો નિર્ણય કર્યો છે.


સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અનુ મલિક હવે ઇન્ડિયન આઇડલ 11થી બહાર થઇ ચૂક્યા છે. જોકે તેમની જગ્યા કોઇ મ્યૂઝિક કંપોઝરને રિપ્લેસ કરાયા છે, તેની જાણકારી સ્પષ્ટરીતે સામે નથી આવી. અનુ મલિક પર લાગેલ આરોપો બાદ સોની ટીવીને રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ મોકલી હતી. આયોગે નોટિસને પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી હતી.

અનુ મલિકે થોડા દિવસો અગાઉ MeToo આરોપો પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે MeToo આરોપોને નકારતા એક ઓપન લેટર ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી મારા પર કેટલાક એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે જે મે કર્યા જ નથી. મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા અને મારા પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડી છે. આ આરોપોએ મને અને મારા કરિયરને બરબાદ કરી દીધું છે. હું ખુદને હેલ્પલેસ, અવગણના અને કચડાયેલ અનુભવ કરી રહ્યો છું.