✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણીતા સિંગર પર વધુ બે મહિલાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, પીડિતાએ કહ્યું ‘મારું સ્કર્ટ ઉઠાવી તેણે પેન્ટ ઉતારી દીધું’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2018 04:37 PM (IST)
1

જ્યારે બીજી મહિલાએ આરોપ લગાવ્યો કે, તે જ્યારે સ્ટ્રગલર સિંગર તરીકે તે અનુ મલિકને બીજી વાર મળી ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, તમારો કોઈ બોયફ્રેન્ડ છે? તેનો ઇનકાર કરતા તેને કહ્યું કે બીજીવાર જ્યારે મળે ત્યારે શિફોન સાડી પહેરીને આવે. બીજીવાર મુલાકાત થઈ ત્યારે મલિકે મહિલા સાથે છેડતી કરી હતી અને તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. મલિક પર આરોપ લગાવનારી બીજી મહિલા ઇન્ડિયન આઇડલ સીઝન 10માં ભાગ લઈ ચુકી છે.

2

મુંબઈ: શ્વેતા પંડિત અને સોના મહાપાત્રા બાદ વધુ બે મહિલાઓએ બોલિવૂડના જાણીતા ગાયક અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. 90ના દાયકામાં એક સ્ટ્રગલિંગ સિંગર રહેલી મહિલાએ જણાવ્યું કે અનુ મલિકે તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને તેની સાથે જબરસ્તી કરી હતી.

3

બાદમાં તેણે મહિલાને ઘર સુધી છોડવા માટે રાજી કરી લીધી અને જ્યારે બન્ને કારમાં બેઠા હતા ત્યારે તેણે પોતાની પેન્ટની ચેઈન ખોલીને મહિલાને તેની સાથે અશ્લીલ હરકતો કરવા કહ્યું હતું, અને તેનો ઇનકાર કરતા મહિલા સાથે તેણે જબરજસ્તી કરી હતી.

4

એક ન્યૂઝપેપર સાથે વાતચીત કરતા મહિલાએ જણાવ્યું કે, 1990માં અનુ મલિક મહેબૂબ સ્ટૂડિયોમાં એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે મહિલાની તેની સાથે મુલાકાત થઈ હતી ત્યારે અનુ મલિકે તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. અને બાદમાં ખેદ વ્યક્ત કરતા તેણે હસતા હસતા માફી માંગી હતી. તેના બાદ ફરી એકવાર મલિકે મહિલાને મુલાકાત માટે પોતાના ઘરે બોલાવી હતી અને તે વખતે મલિક તેના ઘરે એકલા હતા.

5

જાણકારી અનુસાર મલિકે મહિલા સાથે થોડીવાર તો ફોર્મલ વાતચીત કરી હતી અને તેના બાદ આરોપ પ્રમાણે મલિકે મહિલાની સ્કર્ટ ઉઠાવી અને પોતાની પેન્ટ ઉતારી દીધું હતું. તે દરમિયાન અચાનક ડોરબેલ વાગી અને મહિલાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેની વચ્ચે મલિકે તેની પાસે માફી માંગી અને કહ્યું કે તે એક ઉત્તેજિત વ્યક્તિ છે. અનુ મલિકે મહિલાને ધમકી પણ આપી કે તે પોલીસને જાણ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે.

  • હોમ
  • મનોરંજન
  • જાણીતા સિંગર પર વધુ બે મહિલાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, પીડિતાએ કહ્યું ‘મારું સ્કર્ટ ઉઠાવી તેણે પેન્ટ ઉતારી દીધું’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.