નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા પ્લેબેગ સિંગર અને ભાંગડા પોપ સ્ટાર મીકા સિંહની મેનેજ સોમ્યા સેમી ત્રણ ફેબ્રુઆરીએ અંધેરી સ્થિત પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. હવે પોલીસની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સૌમ્યાનું મોત વધુ માત્રામાં ડ્રગના સેવનથી થયું છે, આ સિવાય તે ડિપ્રેશનનો પણ શિકાર હતી.



અહેવાલ અનુસાર, 30 વર્ષીય સૌમ્યા તે દિવેસ રાતભર પાર્ટી કર્યા બાદ સવારે લગભગ સાત વાગ્યે પોતાના ઘરે પરત આવી હતી. તેના મૃત્યુના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તે મોડી સાંજે પણ બહાર નીકળી નહોતી. રાત્રે 10.15 વાગ્યે સ્ટૂડિયાનો કર્મચારી આ અંગે જાણવા માટે જ્યારે તેના રૂમમાં ગયો ત્યારે સૌમ્યા નીચે પડેલી હાલતમાં હતી. તેના બાદ તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.


સૌમ્યાના મોત પર દુખ વ્યક્ત કરતા મીકા સિંહે કહ્યું હતું કે, “મને એ જણાવતા ખૂબજ દુખ થાય છે કે, અમારી પ્યારી સૌમ્યા હવે આ દુનિયામાં નથી રહી. તે પોતાની પાછળ ધણી બધી ખૂબસૂરત યાદો છોડી ગઈ છે. ઘણી નાની ઉંમરમાં તેણે આ સંસારને ત્યાગી દીધો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તેના પરિવાર અને પતિ ઝોહેબ ખાન સાથે મારી હાર્દિક સંવેદાઓ છે.”