નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને સાંસદ બન્યા ત્યારથી સંસદથી લઇને રોડ સુધીની ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. નુસરત બસીરહાટથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ છે, જ્યારે મિમિ જાદવપુર બેઠક પસંદ કરીને સંસદ પહોંચી છે. આ વીડિયો સૉન્ગ લોખંડ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે 16 સપ્ટેમ્બરના રોજ યૂટ્યુબ પર અપલોડ થયેલા આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 9.6 લાખ વ્યૂ મળી ચૂક્યા છે, જ્યારે ફેસબૂક પર તેને 1.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને બંગાળી લોકપ્રિય અભિનેત્રીઓ છે.
બંને સાંસદ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત હીરોઈન પણ છે. આ બંનેની સાથે એક્ટ્રેસ સુભાશ્રી ગાંગુલી પણ ડાંસ કરતી નજરે આવી રહી છે. દુર્ગા પૂજાનું પર્વ 3થી 8 ઓક્ટબર સુધી ચાલશે. આ ગીતને ટોલીવુડ કંપોઝર ઈન્દ્રદીપ દાસ ગુપ્તાએ કંપોઝ કર્યું છે. જણાવી દઈએ કે નુસરતે થોડા દીવસ પહેલા જ એક બાંગ્લા ફિલ્મ સાઈન કરી છે.
ફિલ્મનું નામ અસૂર છે અને તેના નિર્દેશક પાવેલ છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ અસુરની સ્ટોરી ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. તેમાં તૃણમૂલ સાંસદ નુસરત જહાં સિવાય અભિનેતા અબીર ચટર્જી અને જીતને સાઈન કરવામાં આવી હતી.