Shah Rukh Khan Motivational Quotes: બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનના ચાહકોની કોઈ કમી નથી. તેમના એક ઈશારા પર લાખો ચાહકો તેના પર દિલ હરવા માટે તૈયાર છે. ત્યારે આજે અમે તમને શાહરૂખે પોતાના સપના પૂરા કરવા માટે જે પદ્ધતિ જણાવી હતી તે જણાવી રહ્યા છીએ. આ ઉપરાંત તમને તેના ઘણા મોટિવેશનલ કોટસ વિશે પણ જણાવીશું.
સફળતા મેળવ્યા પછી તમારા માતા-પિતાને ક્યારેય ભૂલશો નહીં
મોટાભાગના લોકો જાણે છે કે શાહરૂખ પોતાની કારકિર્દીની શરૂઆત પણ કરી શક્યો ન હતો, તે પહેલા તેના માતા-પિતા આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. જો કે, શાહરૂખ તેની દરેક સફળતા સાથે તેની માતાને યાદ કરે છે. શાહરૂખે પોતે કહ્યું હતું કે જીવનમાં તમારી ઊંચાઈ ભલે ગમે તેટલી મોટી થઈ જાય, પરંતુ તમારા માતા-પિતાને ક્યારેય ભૂલવું જોઈએ નહીં.
કામમાં હંમેશા માનવતા જાળવો
શાહરૂખે એક વખત કહ્યું હતું કે, 'સવારે જાગીને હું વિચારું છું કે હું જે કરવા જઈ રહ્યો છું તે સારું છે કે નહીં. જ્યારે પણ તમે કોઈ પણ કામ કરો ત્યારે ચોક્કસ જોજો કે તેમાં માનવતા છે કે નહીં. સવારે ઉઠો અને માત્ર સારી વાતો જ વિચારો, કોઈનું ખરાબ કરવાનું ક્યારેય વિચારશો નહી. ફક્ત સારું સારું જ વિચારો. બીજાને હરાવવાનું ક્યારેય ના વિચારો. ફક્ત એટલું જ વિચારો કે હું કેવી રીતે જીતીશ.
સખત મહેનતથી જ સપના સાકાર થશે
સપનું ગમે તે હોય પણ મહેનત વગર તે પૂરું થઈ શકતું નથી. કિંગ ખાન પણ આ વાત સ્વીકારે છે. તેણે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, 'તમારે જે મેળવવું હોય, જે કમાવું હોય, તેના માટે પૂરી તાકાત લગાવો. તમે જે ઈચ્છો છો, તેને પૂર્ણ કરવા માટે બનતા પ્રયાસ કરો. તેના માટે દરેક પ્રયાસ કરો, જે તમને તમારા સપનાની નજીક લઈ જાય. પરંતુ સપનું પૂરું કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેનાથી લોકોને ફાયદો થઈ રહ્યો છે કે નહીં.
તમારામાં વિશ્વાસ રાખો
શાહરૂખ ખાનનું કહેવું છે કે કોઈએ ક્યારેય બીજા બનવાની કોશિશ ન કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે, 'જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો, ત્યારે હું માત્ર એ જ કામ કરવા માંગતો હતો, જેનાથી મને ખુશી મળે. કોઈના જેવા બનવું એ કોઈ મોટી વાત નથી. તમારી જાત સાથે ખુશ રહેવા અને તમારી જાતને જાણવાથી મોટી સિદ્ધિ દુનિયામાં કોઈ નથી. હંમેશા તમારામાં વિશ્વાસ રાખો અને ક્યારેય બીજા જેવા બનવાનો પ્રયાસ કરશો નહીં.