મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'નો બીજો ડાયલોગ પ્રોમો આજે રીલિઝ થયો છે. આ પ્રોમોમાં ધોનીની અને તેની ગર્લફ્રેંડના પ્રિયંકા જ્હા વચ્ચેના સંબંધની ઝલક જોવા મળે છે. ધોનીની ભૂમિકા સુશાંત સિંહ રાજપૂત અને પ્રિયંકાના રોલ દિશા પટ્ટણી છે.
નીરજ પાંડે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. જેમા ભૂમિકા ચાવલા, અનુપમ ખેર, રાજેશ શર્મા અને કિયારા આડવાણી પણ છે.