શોધખોળ કરો
ધોનીની હેર સ્ટાઈલિસ્ટ જવા માંગે છે પાકિસ્તાન, ઇમરાન ખાન પાસે માંગી મદદ
મહેન્દ્ર સિંહ ધોનીની હેર સ્ટાઇલિસ્ટ સપના ભાવનાની એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી રહી છે અને તેના માટે તે પાકિસ્તાન જવા માંગે છે તેથી તેણે ઇમરાન ખાન માટે મદદ માંગી છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની હેર સ્ટાઇલિસ્ટ સપના ભવનાની હાલમાં પોતાના એક ટ્વિટને લઈને ચર્ચામાં છે. ટ્વિટ પર તેણે લખ્યું છે કે તે પાકિસ્તાન જવા માંગે છે અને તેના માટે વડાપ્રધાન ઇમરાન ખાન પાસે મદદ માંગી છે. ઉલ્લેખનીય છે કે સપના એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી રહી છે તેના માટે તે સિંધ જવા માંગે છે.
સપનાએ પીએમ ઇમરાન ખાનને ટ્વીટ કરી લખ્યું કે “ઇમરાન ખાન સર, હું એક ભારતીય ડૉક્યુમેન્ટ્રી ફિલ્મકાર છું અને મેં સિંધ પર ‘સિંધુસ્તાન’નામની એક ડૉક્યુમેન્ટ્રી બનાવી છે. સિંધ માટે મારા વીઝા બે વખત રિજેક્ટ કરવામાં આવ્યા છે. મે સાંભળ્યું છે કે તમે અલગ છો અને તમે શાંતિ ઇચ્છો છો. તો શું તમે મારા પર કૃપા કરીને મને મારી ફિલ્મ સિંધ માટે આમંત્રણ મોકલી શકશો, આ મારું સપનું છે.”
સપના માત્ર હેર સ્ટાઇલિસ્ટ નથી પરંતુ ફિલ્મો અને રિયાલિટી શો માં પણ ભાગ લઈ ચુકી છે. સપના બિગ બોસ 6માં પણ ભાગ લઈ ચુકી છે. ખૂબજ ઓછા લોકોને ખબર હશે કે સપના ન્યૂડ આર્ટિસ્ટ પણ છે. તે અનેક વખત ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. તેના આખા શરીર પર ટેટૂ બનાવેલા છે.
સપના ભવનાની સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે મહેન્દ્રસિંહ ધોનીની લાંબા વાળની સ્ટાઈલ બનાવી હતી. તેના બાદ ધોની સતત તેમની પાસેથી સ્ટાઇલિંગ કરાવતા રહ્યાં છે. સપના અનેક સેલિબ્રિટિઓની પણ હેર સ્ટાઇલિસ્ટ છે.. @ImranKhanPTI sir i am a documentary filmmaker frm India & have made a documentary on Sindh called @sindhustan i have been rejected twice to get a visa to Sindh but i hear you are different and want peace .. so do we! Please invite me and my film to Sindh .. it is my dream! pic.twitter.com/jF1nLdjQKR
— Sapna Moti Bhavnani (@sapnabhavnani) July 23, 2019


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
