Mukesh Ambani Isha Ambani Dance Video: દુનિયામાં પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. ત્યારે દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ પોતાની દીકરી ઈશા અંબાણીને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ ઈશાની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. મુકેશ અંબાણીએ પોતાની એકમાત્ર પુત્રીના લગ્ન પણ ધામધૂમથી કર્યા હતા. લગ્નમાં મુકેશ અંબાણી પિતા હોવાને કારણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યા નહોતા.
મુકેશ અંબાણી ઈશા સાથે ડાન્સ કરતાં થયા ભાવુક
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે, આકાશ, ઈશા અને અનંત. પરંતુ જ્યારે પિતા-પુત્રીના સંબંધોની વાત આવે છે તો ઈશા અને મુકેશ અંબાણીના સંબંધો વધુ ખાસ બની જાય છે. બંને વચ્ચે પ્રેમાળ બંધન ઘણીવાર જોવા મળે છે. 28 જૂન 2018ના રોજ પુત્ર આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન દરમિયાન મુકેશ અંબાણી તેમની પુત્રી ઈશા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું.. સિંગર શંકર મહાદેવન અને હર્ષદીપ કૌર લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા હતા. આ લોકોએ ફિલ્મ 'રાઝી'નું ગીત 'દિલબારો...' ગાયું કે તરત જ મુકેશ પોતાની જાતને રોકી ન શક્યા અને ભાવુક થઈ ગયા અને દીકરી ઈશા સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઈશા તેઓને સંભાળતી જોવા મળી હતી.
પિતા-પુત્રીનું બંધન અદ્ભુત છે
આ ફંક્શન દરમિયાન ગાયક શંકર મહાદેવન અને હર્ષદીપે આ ગીત મુકેશ અંબાણી અને ઈશા અંબાણીને સમર્પિત કર્યું હતું. આ ત્યારબાદ બંને આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ગીત ફિલ્મમાં દીકરીની વિદાય વખતે બતાવવામાં આવ્યું છે. આ ગીત સાંભળીને મુકેશ અંબાણીનું દિલ પણ ભાવુક થઈ ગયું હતું. ત્યારબાદ ઈશાએ તેમને ગળે લગાવ્યા હતા. એવું નથી કે પિતા-પુત્રીનું આ બંધન માત્ર અહીં જ જોવા મળ્યું છે. સામાન્ય દિવસોમાં પણ તે પોતાની દીકરીનું આ જ રીતે ધ્યાન રાખે છે. આ વીડિયોમાં પણ જ્યારે મુકેશ અંબાણી તેમની દીકરીને અલવિદા કહી રહ્યા છે ત્યારે તેઓ પ્રેમથી તેના કપાળ પર ચુંબન કરે છે. ઈશા પણ તેના પિતાને આવો જ પ્રેમ કરે છે. 'વોગ મેગેઝિન'ને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે તેના પિતાના વારસાને આગળ લઈ જવા માંગે છે.