HBD Mukesh khana: આજે મુકેશ ખન્ના 64મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. શક્તિમાનથી ભીષ્મ પિતામહ સુધીની સફળ સફર ખેડનાર મુકેશ ખન્ના જીવનનાં આ બે તેમના નિવેદનને મચાવી દીધો હતો ખડભળાટ,મુકેશ ખન્ના ‘શક્તિમાન’ નહેરુ એક મોટી ભૂલથી માંડીને મી ટૂ પર આપેલ આ નિવેદનને તેની જિંદગીમાં પણ મચાવી દીધું હતું ઘમાસાણ


 શક્તિમાન 90ના દાયકામાં બાળકોની ફેવરિટ સિરિયલ હતી. આ સુપરહીરો આધારિત શો માત્ર રવિવારે જ ટેલિકાસ્ટ કરવામાં આવતો હતો, તેના માટે બાળકોમાં ઘણો ક્રેઝ હતો. શક્તિમાનનું પાત્ર ભજવનાર મુકેશ ખન્નાએ આ શોના આધારે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. માત્ર શક્તિમાન જ નહીં, આ અભિનેતાએ બીઆર ચોપરાની 'મહાભારત'માં ભીષ્મ પિતામહના પાત્રમાં પણ તેમણે જાણે  જીવ રેડી દીધો હતો. આજે મુકેશ ખન્ના તેમનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે


 પંડિત નહેરૂ પર આપ્યું હતું આ નિવેદન


મુકેશ ખન્નાએ વર્ષ 2021માં ગણતંત્ર દિવસના અવસર પર એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત ભલે લોકતાંત્રિક દેશ છે, પરંતુ મને દર વખતે ગર્વ સાથે એક ટીસ મને થાય છે કે જો નેહરુ અને ગાંધીએ પોતાની વાત મનાવી ન હોત અને વલ્લભભાઈ પટેલને આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બનાવ્યા ન હોત, તો આજે કદાચ આપણો ભારત દેશ ક્યાંથી ક્યાં હોત. મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું કે ગાંધીજી ભગતસિંહને બચાવી શક્યા હોત. ચંદ્રશેખર આઝાદની પણ હત્યા કરવામાં આવી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની હત્યા પાછળ મોટા રહસ્યો છે.


મી ટૂ પર આપ્યું હતું આ વિવાદિત નિવેદન


એક ઈન્ટરવ્યુ દરમિયાન મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, મહિલાઓ પુરુષોની સમાન બનવા માંગે છે. મી-ટૂ અભિયાન અંગે તેણે કહ્યું હતું કે સ્ત્રીનું સર્જન અને પુરુષનું સર્જન અલગ છે. સ્ત્રીનું કામ ઘર સંભાળવાનું છે. સમસ્યા ત્યાંથી શરૂ થઈ જ્યારે મહિલાઓએ પણ કામ કરવાનું શરૂ કર્યું. આજે સ્ત્રીઓ પુરૂષોની સાથે સાથે વાત કરે છે. અભિનેતાના આ નિવેદન પછી, સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો.