વિવાદિત વીડિયો મામલે એક્ટર એજાજ ખાનને મળ્યા જામીન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2019 08:20 PM (IST)
20 જૂલાઈના કોર્ટે એજાજ ખાનને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ તેને જામીન આપવામાં આવ્યા છે. એજાજ ખાનને મુંબઈ પોલીસની સાઈબર ક્રાઈમ સેલે 17 જૂલાઈના ધરપકડ કરી હતી.
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી વિવાદિત વીડિયો બનાવવા અને અપલોડ કરવાને લઈને વિવાદોથી ઘેરાયેલા એક્ટર એજાજ ખાનને આજે કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કોર્ટે એજાજ ખાનને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. 20 જૂલાઈના કોર્ટે એજાજ ખાનને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ તેને જામીન આપવામાં આવ્યા છે. એજાજ ખાનને મુંબઈ પોલીસની સાઈબર ક્રાઈમ સેલે 17 જૂલાઈના ધરપકડ કરી હતી. એજાન ખાન પર IPCની ધારા 153(A) , 34 અને IT એક્ટની ધારા 67 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એજાજ ખાને 9 જૂલાઈના એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બે વીડિયો અપલોડ કર્યા હતા. પ્રથમ વીડિયો ઝારખંડમાં થયેલી કથિત રીતે મારપીટ કરી મારવાની ઘટના સંબંધિત હતો. જેમાં ખાને એક ખાસ સમુદાયના લોકોને કથિત રીતે એક જૂટ થઈ અને બદલો લેવા માટે કહ્યું હતું.