અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, એક્ટ્રેસ સાથે યૌન શોષણ મામલે થશે પૂછપરછ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2020 05:15 PM (IST)
એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર કથિત રીતે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ સાથે યૌન શોષણ અને દુર્વ્યવહાર મામલે મુંબઈ પોલીસે ડાયરેક્ટર અનુરાગ કશ્યપને સમન્સ પાઠવ્યું છે. અનુરાગ કશ્યપને ગુરુવારે સવારે 11 વાગ્યે વર્સોવા પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર કથિત રીતે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે, એક દિવસ પહેલા જ પાયલ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. પાયલે રાજ્યપાલ પાસે પણ ન્યાયની ગુહાર લગાવી હતી. અભિનેત્રીએ ગત અઠવાડિયામં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિરુદ્ધ વસોર્વા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદમાં અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટા ઈરાદાથી રોકવા અને મહિલાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, 2014માં તેની સાથે જાતીય શોષણનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે, અનુરાગે પોતાની ઉપર લગાવેલા આરોપનું ખંડન કર્યું હતું. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ