Model Commit Suicide: મુંબઇના અંધેરી વિસ્તારમાં એક 30 વર્ષીય મૉડલનો મૃતદેહ મળી આવ્યો છે. મૉડલનો મૃતદેહ હૉટલના રૂમમાંથી પંખા સાથે લટકેલી મળ્યો છે. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇડ નૉટ પણ મળી છે. પોલીસે આ કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અનુસાર બુધવારે રાત્રે 8 વાગે હૉટલમાં ચેક-ઇન કર્યુ હતુ, અને ડિનર પણ ઓર્ડર કર્યુ હતુ. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે અનેકવાર દરવાજો ખખડાવ્યો તો રૂમ ના ખુલ્યો. જે પછી મેનેજરે પોલીસને આની જાણકારી આપી.
પંખા સાથે લટકેલો મળ્યો મૉડલનો મૃતદેહ -
પોલીસે હૉટલમાં પહોંચીને માસ્ટર કીથી દરવાજો ખોલ્યો, ત્યારે તેને રૂમમાં જોયુ તો તેને મૉડલની બૉડી પંખા સાથે લટકેલી મળી, મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
મળી સુસાઇડ નૉટ -
મૉડલની બૉડીની સાથે રૂમમાંથી એક સુસાઇડ નૉટ પણ પોલીસને મળી છે, જેમાં લખ્યુ છે- મને માફ કરજો, કોઇપણ જવાબદાર નથી. હું ખુશ નથી, મને બસ શાંતિ જોઇએ
વર્સોવા પોલીસે એડીઆર અંતર્ગત કેસ નોંધી લીધો અને મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. આ કેસની પોલીસ તપાસ કરી રહી છે.
Pauline Jessica Death: તમિલ અભિનેત્રીએ પ્રેમમાં નિષ્ફળતા મળતાં કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખી આ વાત -
Pauline Jessica Death: તમિલ સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલ ફિલ્મ અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું માત્ર 29 વર્ષની વયે અવસાન થયું હતું. અભિનેત્રી તમિલ ફિલ્મ અભિનેત્રીઓમાં ઉભરતી સ્ટાર હતી. જેણે પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. . અભિનેત્રી પૌલિન જેસિકાએ પોતાનું સ્ટેજ નામ દીપા રાખ્યું હતું. જો કે, અહેવાલો અનુસાર, અભિનેત્રીએ આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. અભિનેત્રીનો મૃતદેહ તેમના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, તમિલ અભિનેત્રીના આકસ્મિક અવસાનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના અંગત જીવનમાં ખૂબ જ તણાવ હતો. અભિનેત્રીના માતા-પિતા ઈચ્છતા હતા કે તેણી તેની સંમતિથી લગ્ન કરે. સામે આવી રહેલી માહિતી મુજબ અભિનેત્રી દીપા કોઈ બીજાના પ્રેમમાં હતી. પરંતુ તેમનો પ્રેમ સફળ રહ્યો ન હતો. જેના કારણે અભિનેત્રીએ આ ચોંકાવનારું પગલું ભર્યું છે. અભિનેત્રી દીપા ચેન્નાઈના વિરુગમ્બક્કમમાં મલ્લિકાઈ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. અભિનેત્રીનું મૃત્યુ એ જ એપાર્ટમેન્ટના ફ્લેટમાં થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તે આખી જિંદગી કોઈના પ્રેમમાં રહેશે, જ્યારે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.