મુંબઈઃ બોલિવૂડના જાણીતા સિંગરના ઘરે થઈ ચોરી, જાણો વિગત
ઘટના જે સમયે બની તે સમયે મીકા સિંહના ઘરમાં એક વ્યક્તિ દાખલ થયા બાદ બહાર નીકળતો હોવાના ફૂટેજ સામે આવ્યા છે. મીકાનો ઘરમાં આવવા-જવાનો સમય ફિક્સ ન હોવાના કાણે ચોરે તેનો ફાયદો ઉઠાવી ઘરમાં પડેલો માલ સાફ કરી દીધો હતો. શંકાસ્પદ વ્યક્તિએ ચોરી કર્યા બાદ મીકા સિંહનું ઘર છોડી દીધું હતું. પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકાસ્પદ વ્યક્તિ મીકા સિંહના પ્રોજેક્ટ્સ અને લાઇવ શોને ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરતો હતો. 10 વર્ષથી પણ વધારે સમયથી તે મીકા સિંહ સાથે કામ કરી રહ્યો છે. ઓશિવારા પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા મુજબ મીકાના મેનેજરે ચોરીની ઘટના અંગે જાણ કરી હતી.
મુંબઈઃ બોલિવૂડના જાણીતા સિંગર મીકા સિંહના ઘરે ચોરી થયા હોવાના અહેવાલ છે. મીકા સિંહના ઓશિવાર સ્થિત એપાર્ટમેન્ટમાંથી બે લાખ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી અને એક લાખ રૂપિયા રોકડા ચોરી થયા છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ મુજબ રવિવારે સાંજે 3 થી 4 વાગ્યા વચ્ચે ચોરીના ઘટના બની હતી. તેથી મીકાના ઘરમાં કામ કરતાં ઉફરાંત ત્યાં આવતાં જતાં લોકોની આ સંદર્ભમાં પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે એક ટીમની રચના કરી છે. આ ઉપરાંત સ્થાનિક તથા બહારના ખબરીઓને સતર્ક રહેવા કહ્યું છે. પોલીસે જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિ મૂળ રીતે દિલ્હીનો રહેવાસી છે. જરૂર પડશે તો તેની ધરપકડ માટે એક ટીમને દિલ્હી મોકલવામાં આવશે. આરોપી સામે વિવિધ કલમો સામે મામલો નોંધવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -