તારક મહેતાના કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયકનું જિંદગીના રંગમંચ પરનું નાટકનો પડદો પડી ગયો. તેમણે રવિવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં બબીતાનો રોલ અદા કરનાર મુનમુન દત્તા ભાવુક થઇ ગઇ હતી અને કેટલીક યાદો શેર કરી હતી.
મુનમુન દત્તા ઘનશ્યામ પટેલની અંતિમ વિદાય સમયે પહોંચી હતી. તે સમયની તસવીર સામે આવી છે. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર તેમની સાથેની અંતિમ વિદાયની વાતો શેર કરતા અંતિમ મુલાકાતની તસવીર પણ શેર કરી છે.
મુનમુન દત્તાએ ઘનશ્યામ કાકાને યાદ કરતાં કહ્યું કે, “કાકા સેટ પર તેમના સંઘર્ષની કહાણી સંભળાવતા હતા. તે હંમેશા યાદ આવતા હતા.
મુન મુનદત્તાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કાકા’ શબ્દ સાથે તેમની ફોટો શેર કરી છે. કેપ્શનમાં લખ્યું ‘આ તસવીર ત્યારની છે જ્યારે હું તેમને મળી હતી, જે હવે તેમની સાથેની છેલ્લી તસવીર બની ગઇ. તેમની સંઘર્ષમય પરંતુ સફળતાની ગાથા અને પ્રેરણાદાયક શબ્દો મને હંમેશા યાદ આવશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયક કેન્સર સામે જંગ હારી ગયા. છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો તે સમયે કિમોથેરેપી બાદ તેમના વાળ જતાં રહ્યાં હતા અન ચહેરો પણ નિશ્ચતેજ થઇ ગયો છે. તેમના બદલાયેલા આ લૂકથી ફેન્સ દુ:ખી થઇ ગયા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે. તેમન આ બદલાયેલા લૂકના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા.
આજે ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે, જે નટુકાકાને ન ઓળખતી હોય.નટુકાકાએ તેમના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું.. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તેમણે દરેક ઘરમાં જાણે એક સ્થાન બનાવી લીધું છે, તેઓ નાયક કેન્સર સામે ઝઝુમ્યાં પરંતુ આ જંગમાં આખરે જિંદગી હારી ગયા. તેમના નિધનથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સહિતના મનોરંજન જગત સાથે જોડાયેલા હસ્તીમાં શોકમગ્ન છે