નવી દિલ્હીઃ જુલાઈમાં 60 વર્ષના થયેલ સંજય દત્ત ધીરે ધીરે હિન્દી સિનેમામાં તે સ્થાન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યાં હાલમાં અમિતાભ બચ્ચન છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ રિલીઝ થઈ ગઈ છે અને હાલમાં તે ઓછામાં ઓછી 5 ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

સંજય દત્ત જ્યારે સામે હોય ત્યારે કાં તો લોકોની બોલતી બંદ થઈ જાય અને કાં તો લોકો આપોઆપ બધી વાતો શેર કરવા લાગે છે. એવું જ કંઈક જોવા મળ્યું ડાન્સ રિયાલીટી શો નચ બલિયે 9નાં સેટ પર. આ શોમાં સંજય દત્ત ખાસ મહેમાન હતા અને શોની જજ રવિના ટંડન એક વાત કહેતા પોતાની જાતને રોકી ન શકી અને તેની પોલ ખુલી ગઈ.



શુટિંગ વખતે રવિના ટંડન એવું બોલી ગઈ કે સંજય દત્ત પર પહેલાથી જ એનો ક્રશ હતો. આ વાત રવિનાએ ભલે આટલા વર્ષો સુધી છુપાવી હોય પરંતુ હવે સંજય દત્તના આકર્ષણના લીધે આ વાત જાહેરમાં જણાવતા તેને કોઈ સંકોચ ન થયો. રવિના સંજય દત્ત પર ફિદા હોવાની વાત આટલા વર્ષે બહાર આવતા સોશિયલ મીડિયામાં પણ એની જ ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અને રવિનાએ ઘણી હિટ ફિલ્મોમા સાથે કામ કર્યું છે.

સેટ પર ઘણી બીજી જાણકારી પણ મળી છે. સંજય દત્ત અને હોસ્ટ મનીષ પોલ વચ્ચે મસ્તી ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે ઘણી બોલીમાં તમ્મા તમ્માનો મતલબ એવો થાય કે 100 ટકા માણસ સાચો છે.