આ હોટ એક્ટ્રેસનું ઉદય ચોપડાને છોડીને હવે અમેરિકન ડિરેક્ટર સાથે અફેર, લિપ કિસ કરતો વીડિયો કર્યો વાયરલ
કારમાં નરગિસ અને મેટ એલોન્ઝો
નરગિસ પહેલા પણ મેટ એલોન્ઝોના ફોટા શેર કરતી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર બંનેના ઘણા ફોટા એક સાથે જોવા મળે છે.
મુંબઈઃ નરગિસ ફખરી અને ઉદય ચોપડાના અફેયરની વાતોની ચર્ચા ખૂબ થઇ હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સના અનુસાર હાલમાં નરગિસ એક અમેરિકન ફિલ્મ ડાયરેક્ટરને ડેટ કરી રહી છે. હાલમાં આ બંને ના અફેયરનો એક વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં ડાયરેક્ટર મેટ એલોન્ઝોને ‘મેરે મેટ’ લખી રહી છે.
આવામાં નરગિસના ઉદય ચોપડા સાથે રિલેશનશિપ સ્ટેટસ પર સવાલ ઉભા થયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. નરગિસ લાંબા સમયથી ઉદય સાથે નથી જોવા મળી.
ભારતીય પારંપરિક ડ્રેસમાં રેમ્પ વોક કરતી નરગિસ ફખરી.
33 વર્ષનો મેટ વિડીયો એડિટર અને ફિલ્મમેકર છે. આ વર્ષે એપ્રિલમાં નરગિસ ફખરી પોતાના મેટ એલોન્ઝોના બર્થડે સેલિબ્રેશનમાં પહોંચી હતી જ્યાં તે પોતાના દોસ્તને લિપ કિસ કરતી જોવા મળી હતી.
નરગિસ સેટ પર મેટને કિસ કરતી જોવા મળે છે. તેમણે લખ્યું છે કે તેઓ પોતાનું કામ સેટ પર કરે છે. આ પહેલી વખત નથી, જ્યારે નરગિસે મેટ સાથે કિસિંગ વિડીયો શેર કર્યો હોય, આ પહેલા પણ તેઓ આ બાબતના કારણે ચર્ચામાં રહ્યા છે.
ઉદય ચોપડા સાથે અફેર વખતે નરગિસે આ રીતે મીડિયાથી મોં છુપાવ્યું હતું.