Navjot Singh Sidhu's Wife Diagnosed With Cancer :એક તરફ નવજોત સિંહ સિદ્ધુ જેલમાં છે, તો બીજી તરફ તેમની પત્ની નવજોત કૌર કેન્સર સામે લડી રહી છે. નવજોત કૌરે એક પોસ્ટ શેર કરી છે જે તેણે તેના પતિ માટે લખી છે.


પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર કેન્સર સામે લડી રહી છે. ગુરુવારે તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે નવજોત કેન્સરના સ્ટેજ-2થી પીડિત છે. આ દરમિયાન સિદ્ધુનો ઉલ્લેખ કરતા તેણે એમ પણ કહ્યું કે તેને એવી સજા મળી રહી છે જે તેણે કરી નથી.


 


નવજોત કૌરે એક ભાવુક પોસ્ટ લખી


નવજોત કૌરે ટ્વિટર પર લખ્યું- 'તે જેલમાં બંધ છે એવા ગુના માટે જે તેણે ક્યારેય કર્યો નથી. આ મામલામાં જે લોકો સામેલ હતા તે તમામ લોકોને માફ કરી દેવામાં આવ્યા છે. હું તમારી રાહ દેખી રહી છું. દરેક દિવસ તમારા વિના અઘરો લાગી રહ્યો છે. તમારી પીડા વહેચવાની કોશિશ કરી રહી છે. તમને ન્યાયથી દૂર થતાં જોઇને મને પીડા થઈ રહી છે અને તમારી રાહ જોઇ રહી છું. સત્ય ખૂબ શક્તિશાળી હોય છે. જો કે તે સમય જરૂર વધુ લે છે- કલયુગ. જો કે હવે તમારી રાહ વધુ નથી જોઇ શકતી, સ્ટેજ 2 છે. આજે મારી સર્જરી છે. કોઈને પણ દોષ ના આપી શકું. કેમ કે તે ઈશ્વરની મરજી છે- પરફેક્ટ






તમને જણાવી દઈએ કે અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ 1988ના રોડ રેજ ડેથ કેસમાં સજા કાપી રહ્યા છે. સિદ્ધુ પટિયાલા સેન્ટ્રલ જેલમાં એક વર્ષની સજા કાપી રહ્યા છે. તેણે 34 વર્ષ જૂના કેસમાં પટિયાલા કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં તેને ગયા વર્ષે મે મહિનામાં જેલમાં મોકલવામાં આવ્યો હતો.


navjot singh siddhu,Navjot Kaur,Siddhu In JailNavjot Singh Siddhu Wife