નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા બાદ લોકો ગુસ્સામાં છે. ત્યારે આ ગુસ્સો ત્યારે વધી ગયો જ્યારે નવજોત સિંહ સિદ્ધૂએ તેને લઈને નિવેદન આપ્યું. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સિદ્ધૂના આ નિવેદન બાદ તેને કપિલ શર્મા શોમાંથી બહાર કરવામાં આવ્યા છે. કહેવાય છે કે આ મામલે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.



સિદ્ધૂએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘તમે આ હુમલાનો આરોપ આખા દેશ પર ન મુકી શકો. આખો દેશ કે કોઈ એક વ્યક્તિને તેના માટે જવાબદાર ન ઠેરવી શકો.’ લોકોએ સિદ્ધૂના આ નિવેદને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ તરીકે લીધું અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. સિદ્ધૂનું આ નિવેદન વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સિદ્ધૂને કપિલ શર્મા શોથી બહાર કરવાની માગ ઉભી થઈ હતી.



સિદ્ધૂ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો એટલો બધો હતો કે ફેન્સ કપિલને કહી રહ્યા હતા કે તે શોમાંથી સિદ્ધૂને બહાર કરે કે પછી તેના શોને બોયકોટ કરવો જોઈએ.