Neha Dhupia Second Pregnancy: નેહા ધૂપિયા-અંગદ બેદીએ કરી બીજા બાળકની જાહેરાત, શેર કરી બેબી બમ્પની તસવીરો

પહેલી પ્રેગનન્સીની જેમ આ વખતે પણ નેહા ધૂપિયાએ પોતાની પ્રેગનન્સીને સિક્રેટ રાખતા સીધી ફેન્સને બેબી બમ્પ તસવીરો સાથે ગુડ ન્યૂઝ આપ્યા છે.

Continues below advertisement

Neha Dhupia Second Pregnancy: બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ અંગદ બેદીની બીજીવાર ગુડ ન્યૂઝ શેર કર્યા છે. સોશ્યલ મીડિયા દ્વારા કપલે બીજા બાળકની જાહેરાત કરી છે. આના માટે બેબી બમ્પની સાથે નેહા અને અંગદે પોતાની ફેમિલી તસવીર શેર કરી છે, અને ખાસ  કેપ્શન આપ્યુ છે.

Continues below advertisement

પહેલી પ્રેગનન્સીની જેમ આ વખતે પણ નેહા ધૂપિયાએ પોતાની પ્રેગનન્સીને સિક્રેટ રાખતા સીધી ફેન્સને બેબી બમ્પ તસવીરો સાથે ગુડ ન્યૂઝ આપ્યા છે. દીકરી મેહરને ખોળામાં લઇને નેહા અને અંગદે ફોટોશૂટર કરાવ્યુ છે, અને બીજા બાળકની જાહેરાત કરી છે. સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન આખો પરિવાર ખુશખુશાલ અને ઉત્સાહિત દેખાઇ રહ્યો છે. 

નેહા ધૂપિયાએ તસવીરો પૉસ્ટ કરતા લખ્યુ- અમે કેપ્શન વિચારવા માટે 2 દિવસ લાગ્યા.... અને સૌથી શાનદાર જે અમે વિચાર્યુ તે છે.... આભાર ભગવાન.....

વળી, અંગદ બેદીએ આ ફોટોશૂટની એક તસવીર શેર કરતા લખ્યુ- આભાર... આભાર પત્ની એકવાર ફરીથી... નેહા અને અંગદ પોતાના બાળક માટે એકદમ એક્સાઇટ છે, અને હવે ફેન્સ અને સેલેબ્સ તેના માટે ખુબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, નેહા ધૂપિયાની પહેલી પ્રેગનન્સી ખુબ ચર્ચમાં રહી હતી. ખરેખરમાં, નેહા અને અંગદે ખુદ ખુલાસો કર્યો હતો કે નેહાએ  લગ્ન પહેલા જ બાળકને કન્સીવ કરી લીધુ હતુ, નેહા અને અંગદને આ માટે ટ્રૉલિંગનો શિકાર પણ થવુ પડ્યુ હતુ, જોકે બન્નેએ આ મુદ્દે પોતાનો બેબાક મત આપ્યો હતો. 

Continues below advertisement
Sponsored Links by Taboola