Netflix Gets Legal Notice: રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે OTT પ્લેટફોર્મ Netflix ને લોકપ્રિય શો ધ બિગ બેંગ થિયરીના એક એપિસોડ અંગે કાનૂની નોટિસ મોકલી છે. તેણે આ શોને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરી છે. મિથુન વિજય કુમારનું કહેવું છે કે શોમાં માધુરી દીક્ષિત પર જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે તે ખૂબ જ અપમાનજનક છે. તેણે શોની સામગ્રી પર જાતિયવાદ અને મહિલાઓ પ્રત્યે નફરતને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો છે.






શું છે સમગ્ર મામલો?


બિગ બેંગ થિયરી શોની બીજી સીઝનના પ્રથમ એપિસોડમાં જીમ પાર્સન્સએ શેલ્ડમ કૂપરની ભૂમિકા ભજવી છેજે ઐશ્વર્યા રાયની તુલના માધુરી દીક્ષિત સાથે કરે છે. એપિસોડના એક દ્રશ્યમાં તે ઐશ્વર્યાને ગરીબ લોકોની માધુરી દીક્ષિત કહે છે.  પછી રાજ નારાજ થાય છે અને કહે છે કે ઐશ્વર્યા રાય દેવી છે અને તેની સરખામણીમાં માધુરી દીક્ષિત એક 'લેપરસ પ્રોસ્ટીટયૂટછે.


Netflix પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે


એપિસોડના આ સીનનો ઉલ્લેખ કરતાં મિથુન વિજય કુમારે કહ્યું કે જો તેમને આ મામલે કોઈ જવાબ નહીં મળે અથવા નોટિસમાં કરવામાં આવેલી માંગણીઓનું પાલન કરવામાં નહીં આવે તો Netflix સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


ફરિયાદીએ શું જણાવ્યું ?


મિથુન વિજય કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'Netflix જેવી કંપનીઓએ તેમના કામ માટે જવાબદાર બનવાની જરૂર છેતેઓ જે સમુદાયની સેવા કરી રહ્યાં છે તેમના સાંસ્કૃતિક મૂલ્યો અને લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. હું માનું છું કે સ્ટ્રીમિંગ સેવા પ્રદાતાઓની જવાબદારી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર આપવામાં આવતી સામગ્રી પર ધ્યાન આપે.


તેમના દ્વારા સબમિટ કરવામાં આવેલી સામગ્રીમાં અપમાનજનક અથવા વાંધાજનક સામગ્રી ન હોય તેની ખાતરી કરવાની તેમની ફરજ છે. નેટફ્લિક્સ શો ધ બિગ બેંગ થિયરીમાં અપમાનજનક શબ્દોના ઉપયોગથી મને ખૂબ જ દુઃખ થયું છે. અભિનેત્રી માધુરી દીક્ષિતના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે માત્ર અપમાનજનક જ નહીં પરંતુ ખૂબ જ દુ:ખદાયક હતો.