પોલેન્ડમાં તાજેતરમાં એબોર્શન પર કાયદો બન્યો છે. જેમાં એબોર્શન પર સંપૂર્ણ રીતે બૈન લગાવી દેવાયો છે. નેવ્યાએ આ સમાચારને પોસ્ટ કરતા. આ ખબરને દુ:ખદ ગણાવી છે.

પોલેન્ડ કોર્ટે એબોર્શન પર નિર્ણય કરતા તેના પર સંપૂર્ણ બૈન લગાવી દીધો છે. પોલેન્ડ કોર્ટમાં ન્યાયાધીશે નિર્ણય કરતા જણાવ્યું કે, “ અજન્મી વ્યક્તિ પણ પોલેન્ડની જ નાગરિક છે પોલેન્ડના સંવિધાન મુજબ તેને પણ સુરક્ષા મળવી જોઇએ”કોર્ટમાં આ કાયદા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એબોર્શનની છૂટ એવા કેસમાં અપાશે, જ્યારે રેપનો કેસ હોય અથવા તો માતાની જિંદગીને બાળકને જન્મ આપવાથી નુકસાન થતું હોય



નેવ્યાએ  આ કોર્ટના ચુકાદાના ન્યુઝને પોસ્ટ કરતા આ સમાચારને દુ:ખદ ગણાવ્યાં છે.

નેવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. નેવ્યાના પિતા નિખિલ નંદાને ભારતના શ્રેષ્ઠ સીઇઓનો ખિતાબ મળ્યો છે. નેવ્યાએ પિતાના એવોર્ડની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, તે પિતાની વિરાસતને આગળ વધારવા ઇચ્છે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, તે એક્ટ્રેસ નહીં પરંતુ બિઝનેસ વૂમન બનવા ઇચ્છે છે.