મુંબઈ: મિર્ઝાપુર સિઝન 1 ખૂબ જ શાનદાર હતી. ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ પર રિલીઝ આ શોના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. જ્યારે આ શો રિલીઝ થયો હતો ત્યારે મેકર્સને પણ આશા નહોતી કે આ શો આટલો બધો સફળ થશે.

તમને જણાવી દઈએ કે અમેઝન પ્રાઈમ વીડિયો પર 23 ઓક્ટોબરે મિર્જાપુર 2 રિલીઝ થશે, આ સીરીઝને લઈ સૌથી પહેલા ટીઝર રિલીઝ કરી રિલીઝ ડેટની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ હવે નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે.

દરેક સીઝન 2ની રાહ જોઈ રહ્યા હતા. શોનું કામ અંતિમ ચરણોમાં હતું પરંતુ લોકડાઉનના કારણે કામ પાછળ ધકેલાઈ ગયું હતું. પરંતુ અનલોક શરૂ થતાની સાથે જ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.



હાલમાં જ આ સીરીઝનું એક ડાર્ક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠીએ પોતાના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું અને થોડા સમયમાં આ પોસ્ટર ખૂબ જ વાયરલ થયું. આ પોસ્ટરને શેર કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું, 'અહીં બધાનું ઉદેશ્ય એક જ છે.' આ પોસ્ટરમાં કિંગ ઓફ મિર્ઝાપુરની ગાડી જોવા મળી રહી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ