Kareena Kapoor Corona Positive: બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર કોરોના પૉઝિટીવી નીકળી છે. તેની સાથે તેની નજીકની મિત્ર ગણાતી અમૃતા અરોડા પણ કોરોના પૉઝિટીવ થઇ છે. તાજેતરમાં જ કરિના અને અમૃતા બન્ને અભિનેત્રીઓ પોતાના દોસ્તોની સાથે કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરતા કેટલીય પાર્ટીઓ એટેન્ડ કરતી દેખાઇ હતી.
હવે આ ખબર આવતા જ બૉલીવુડમાં હલચલ મચી ગઇ છે. મુંબઇ બીએમસીએ કરિના કપૂર અને અમૃતા અરોડાના સંપર્કમાં આવનારા લોકોનો RTPCT ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. બીએમસી હવે તે તમામ લોકોને ટ્રેક કરવાની કોશિશ કરી રહી છે જે થોડાક દિવસો પહેલા પાર્ટીમાં તેમની સાથે હતા, કે પછી કોઇને કોઇ રીતે તેમના સંપર્કમાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા કરિના કપૂર પોતાની ગર્લ ગેન્ગ સાથે પણ પાર્ટી કરતા દેખાઇ હતી. આ પાર્ટીમાં તેની સાથે તની બહેન કરિશ્મા કપૂર, મલાઇકા અરોડા પણ સામેલ થઇ હતી. આ પાર્ટી અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના ઘરે રાખવામાં આવી હતી, જ્યાં બધાએ મળીને ખુબ ધમાલ મસ્તી કરી હતી.
----
આ પણ વાંચો