પ્રિયંકા ચોપરા પહેલા કઈ-કઈ અભિનેત્રીઓ સાથે સંબંધ બાંધી ચૂક્યો છે નિક જોનાસ, જાણો વિગત
હવે જોવાનું એ છે કે પ્રિયંકા ચોપરા અને નિકનો સંબંધ ક્યાં સુધી ચાલે છે. શું ખરેખર પ્રિયંકા અને નિક લગ્ન કરશે અથવા ફરી નિક બીજી હસીનાઓની જેમ બીજા કોઈને ડેટ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટીશ સિંગર અને અભિનેત્રી રીતા ઓરાએ પણ આ વાતને સ્વીકારી નહોતી. તેણે નિકને ડેટ કર્યો હતો પરંતુ તેનો ક્રશ નિક જ હતો. નિકે 2013માં રીતા માટે એક સોંગ પણ ગાયું હતું.
બ્રિટીશ અમેરિકન અભિનેત્રી લિલિ કોલિનને નિક પહેલીવાર 2009માં મળ્યો હતો. તેણે ધ સનને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે મેં 2016માં ઘણી બ્યુટીઝને ડેટ કરી છે.
2016માં વેલેન્ટાઈનના દિવસે જ્યારે નિક અને અમેરિકન અભિનેત્રી કેટ હડસન લોસ એન્જલસમાં સાથે ડિનર કરતા સ્પોટ થયા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યાર બાદ બન્ને 2016માં મેટ ગાલામાં જોવા મળ્યા હતાં. કેટે નિકને ટેગ કરતા વેરી નાઈસ ગાય પણ લખ્યું હતું.
ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરમના રિલેશનશિપ ફક્ત 10 મહિના ચાલ્યું હતું કારણ કે નિક તે સમયે 18 વર્ષનો હતો અને ડેલ્ટા 26 વર્ષની હતી. ઉંમરના કારણે તેમનો સંબંધ તૂટી ગયો હતો.
માઈલી સાઈરસ સાથે બ્રેકઅપ થયા બાદ નિકે જસ્ટિન બીબરની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સેલેના ગોમેજને પણ ડેટ કરી હતી. 2008માં બહુ ઓછા સમય માટે સાથે રહ્યા હતાં. બીબીસી રેડિયો વન પર નિકે સેલેના સાથે ડેટની વાતનો સ્વીકાર કર્યો હતો.
તમને જાણીને હેરાન થશે કે ઘણીવાર પોતાના કારનામા અને ફોટોશૂટના કારણે કન્ટ્રોવર્સીમાં રેહનાર અભિનેત્રી અને સિંગર માઈલી સાઈરસને પણ નિક ડેટ કરી ચૂક્યો છે.
પ્રિયંકા પહેલા નિક ઓલિવિય કલ્પોને ડેટ કરી રહ્યો હતો. ઓલિવિયા કલ્પો અમેરિકન મોડલ, બ્યુટી ક્વીન અને મિસ યૂનિવર્સ 2012 રહી ચૂકી છે.
નિક જોનાસની મિત્ર અને કો-સિંગર ડેમી લોવૈટોએ પ્રિયંકા ચોપરાને ડેટ કરવાના કારણે સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધો છે. અનફોલોનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ડેમી ઈચ્છતી હતી કે ઓલિવિય કલ્પો સાથે બ્રેકઅપ થયા બાદ નિક ડેમીને ડેટ કરે. પરંતુ પ્રિયંકા આ બન્નેની વચ્ચે આવવાથી તે નિરાશ જોવા મળી હતી.
હાલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ડેટિંગની ચર્ચાઓ જોરશોરથી ચાલુ છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પ્રિયંકા ચોપરા પોતાના સંબંધોની જાહેરાત કરી શકે છે. પરંતુ આજે અમે તમને બતાવી રહ્યા છીએ સિંગર નિક જોનાસ પ્રિયંકા પહેલા કઈ-કઈ અભિનેત્રીની સાથે ડેટ કરી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -