નિક જોનાસે પ્રિયંકા સાથે કેવી રીતે પ્રેમમાં પડ્યો તે અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
અમેરિકન સિંગરે કહ્યું કે, તે પ્રિયંકાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યો હતો. મે 2017 સુધી તેઓ એકબીજાને ઓળખતા પણ નહોતા પરંતુ ગાલા એવોર્ડ દરિમિયાન તેમની મુલાકાત થઈ. જે બાદ અમારી સતત મુલાકાતો થવા લાગી. ધીમે ધીમે આ મુલાકાતો પ્રેમમાં પરિણમી અને અમે બંનેએ સંબંધને એક નામ આપવાનું નક્કી કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોમાં તેણે એમ પણ કહ્યું કે તે અમે બંને વિવિધ જગ્યાએ મોટા થયા હોવાથી અમારા માટે આ બહુ કિંમતી સમય છે. સગાઈના થોડા સપ્તાહ પહેલા મીડિયાએ તેમને પ્રિયંકા સાથે રોમાન્સ કરતા હોવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં નિકે કહ્યું હતું કે, તે અને પ્રિયંકા માત્ર મિત્રો છે. જે અંગે તેણે કહ્યું કે, મીડિયા ઈન્ટરવ્યૂમાં અંગત પ્રશ્નો પૂછતું હોય છે. અમારે પણ કેટલીક ગોપનીયતા હોય છે. હવે અમે સગાઇ કરી લીધી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને તેના પ્રેમી નિક જોનાસની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. જે પહેલા બંને એકબીજાની તસવીરો અને વીડિયો શેર કરીને લાગણી વ્યક્ત કરતા હતા. જિમી ફેલાનના શોમાં નિક જોનાસે કેવી રીતે પ્રિયંકાના પ્રેમમાં પડ્યો તેને લઈ ખુલાસો કર્યો હતો.
નિકે મુંબઈમાં યોજાયેલી રોકા સેરેમની અંગે કહ્યું કે, તે એક આધ્યાત્મિક અનુભવ હતો અને તેમાં માત્ર નજીકના મિત્રો જ સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -