દિશા પછી ‘તારક મહેતા.......’માંથી હવે આ ગ્લેમરસ એક્ટ્રેસ પણ લેશે વિદાય, કારણ જાણીને આશ્ચર્ય થશે
નિધી પોતાના નિર્ણયમાં મક્કમ છે ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જકોએ સોનુ ભિડેની વિદાય માટે શું કારણ આપવું એ પણ નક્કી કરી લીધું છે. સોનુ ભણવા માટે વિદેશ જાય છે એવું બતાવીને તેને વિદાય અપાશે. નિધીને ફરી સીરિયલમાં પાછા ફરવાની ઈચ્છા થાય તો એ આવી શકે એ માટે આ રસ્તો પસંદ કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે ટીવી સીરિયલમાં સારી કારકિર્દી બની જાય પછી અભિનેત્રીઓ આ કારકિર્દી છોડવાનો નિર્ણય નથી લેતી. તેના બદલે નિધી ભાનુશાળીએ ભણવા માટે જામી ગયેલી કારકિર્દી છોડવાનો નિર્ણય લીધો તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે.
નિધી માત્ર 19 વર્ષની છે અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કિશોરી તરીકે આવી હતી. હવે તે યુવાન થઈ ગઈ છે ત્યારે તે પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવા માંગે છે. આ કારણે સાત વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કર્યા પછી તેણે આ સીરિયલ છોડવાનો નિર્ણય લીધો છે.
મુંબઈઃ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પાછી નથી ફરવાના એ નક્કી છે ત્યારે હવે વધુ એક ગ્લેમરસ એક્ટ્રેસ આ સીરિયલમાંથી વિદાય લેશે તેવા સમાચાર છે. આ એક્ટ્રેસ નિધી ભાનુશાળી છે. નિધી ભાનુસાળી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડે માસ્તરની દીકરી સોનુનો રોલ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -