મુંબઈઃ ટીવી શો નિમકી વિધાયકના બબ્બૂ સિંહ એટલે કે અભિષેક શર્માની સાથે સેટ પર દુર્ઘટના ઘટી છે. શૂટિંગ દરમિયાન તેના કાંડામાં કાંચના ટુકડા ઘુસી ગયા હતા, બાદમાં તરત જ તેને શૂટિંગ રોકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

સીનમાં અભિષેક શર્માને ગ્લસ તોડવાનો હતો. ત્યારે કાચનો ટુકડો તેના કાંડા પર લાગ્યો. તેના કારણે તેના કાંડામાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું. એક વેબ પોર્ટલ સાથે વાતચીતમાં આ સમગ્ર ઘટના વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે, મારે એક સીન શૂટ કરવાનો હતો જેમાં મારે ગુસ્સામાં પાણીના ગ્લાસને હાથથી તોડવાનો હતો.



અભિષેકે આગળ કહ્યું કે, કાચના ટુકડાઓ વિખેરાઈ જતાં મારા કાંડામાં ઊંડો ચીરો પડી ગયો હતો. લોહી વહેવાનું શરૂ થઈ જતાં મારે તરત હોસ્પિટલ જવું પડ્યું. મને કાંડામાં 8-9 ટાંકા આવ્યા છે. મને દુખાવો થઈ રહ્યો હોવાથી અને હાથની હલન-ચલન કરવાની ના પાડી હોવાથી હું આગામી એક અઠવાડિયા સુધી શૂટિંગ કરી શકીશ નહીં’.

તેણે વધુમાં ઉમેરતાં કહ્યું કે તેનો પરિવાર જેમાં તેના માતા-પિતા, પત્ની અને ભાઈ સામેલ છે તેઓ તે દિવસે શોનું શૂટિંગ જોવા માટે ખાસ સેટ પર આવ્યા હતા. ‘દુર્ભાગ્ય રીતે બધું તે જ દિવસે બન્યું, જેના કારણે તેઓ મને શૂટિંગ કરતાં જોઈ શક્યા નહીં’