'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ક્યારે થશે ડૉ હાથીની એન્ટ્રી? જાણો
ડૉ હાથીની એન્ટ્રી નવા અંદાજમાં કરાવવા માટે મેકર્સ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવામાં આવી રહ્યું છે કે હવે તેમને એક્ટર મળી ગયો છે. કવિ કુમાર આઝાદના પાત્ર માટે કોઈ બીજું નહીં પરંતુ નિર્મલ સોનીને રિપ્લેસ કરી રહ્યા છે. તેઓ કવિ કુમાર પહેલા ડૉ. હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે.
મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉ હાથીના પાત્રને કવિ કુમાર આઝાદે એટલુ ફેમસ કર્યું છે કે દર્શકો ડૉ હાથીને મિસ કરી રહ્યા છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડૉ. હાથી નામનું પાત્ર ભજવનારા એક્ટરની શોધમાં નિર્માતા છેલ્લા બે મહિનાથી હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડૉ હાથીની એન્ટ્રી શોમાં ગણેશ ચતુર્થીના સમયે થશે. નવા ડૉ હાથી તરીકે નિર્મલ સોની જોવા મળી શકે છે. પરંતુ આ બાબતે શોના મેકર્સ તરફથી કોઈ પુષ્ટી નથી કરવામાં આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -