મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને અત્યારે સીબીઆઇ તપાસ કરી રહી છે. સુશાંતના પરિવાર સહિતના લોકો આને હત્યા ગણાવી રહ્યાં છે, જ્યારે મુંબઇ પોલીસે આને સુસાઇડ ગણાવી દીધુ હતુ. સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે તેનુ મોત ફાંસીના કારણે શ્વાસ રંધાવાથી થયુ હતુ. તેની વિસરા રિપોર્ટમાં પણ આ જ કહેવામાં આવ્યુ હતુ, અને તેના શરીરમાંથી કોઇપણ રસાયણ કે ઝેર ન હતુ મળ્યુ. પરંતુ સોમવારે મોડી રાત્રે એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાનો રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો છે.


સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે, આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત ઝેરથી નથી થયુ. એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે તેના શરીરમાં ઝેર ન હતુ મળ્યુ. આની સાથે જ ફૉરેન્સિક ટીમે કૂપર હૉસ્પીટલમાં થયેલા પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ સવાલો ઉઠાવ્યા છે. હવે સીબીઆઇ આ રિપોર્ટનુ અધ્યયન કરી રહી છે, અને આને પોતાની તપાસ સાથે મેચ કરી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, એઇમ્સના આ રિપોર્ટમાં કપૂર હૉસ્પીટલને ક્લિન ચીટ નથી આપવામાં આવી, એઇમ્સના રિપોર્ટમાં કૂપર હૉસ્પીટલે પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ટાઇમિંગ નથી નાંખ્યુ, મેડિકલ ટીમના ચેરમેન ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે અંતિમ રિપોર્ટ માટે કેટલાક કાયદાકીય દ્રષ્ટિકોણને જોવા પડશે.

વળી, આ રિપોર્ટ સામે આવ્યા બાદ તે તમામ કયાસો પર પૂર્ણવિરામ લાગી ગયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે સુશાંતની હત્યા થઇ છે, એઇમ્સે આના પર મહોર મારી દીધી છે કે સુશાંતનુ મોત ઝેરથી નથી થયુ. આમાં કોઇપણ પ્રકારનો ફાઇલ પ્લે નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ