'કટપ્પા'ની થઇ શકે છે ધરપકડ, બદનક્ષીના કેસમાં કોર્ટે જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંન્ટ
આ કેસ વર્ષ 2009નો છે. જ્યારે કોર્ટમાં જાહેર કરવામાં આવેલી એક અરજીમાં સત્યરાજ, સાઉથના સ્ટાર સૂર્યા, અરુણ વિજયકુમાર, ચેરાન, વિજયકુમાર, સરતકુમાર, વિવેદ, શ્રીપ્રિયાએ પોતાના નિવેદનોથી પત્રકારોની છબિ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોર્ટે સત્યરાજ સહિત આઠ વિરુદ્ધ 19 ડિસેમ્બર 2011ના રોજ સમન્સ જાહેર કર્યા હતા.
જોકે, આ તમામ આઠેય એક્ટર્સે આ આદેશ વિરુદ્ઘ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી છે. વોરંન્ટ જાહેર કર્યા બાદ કોર્ટમાં આગામી સુનાવણી 17 જૂનના રોજ યોજાશે.
ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટમાં આ કલાકારોએ અરજી કરી હતી કે તેઓને કોર્ટમાં જાતે હાજર રહેવામાં છૂટ આપવામાં આવે પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. નોંધનીય છે કે 15,મે2017ના રોજ આ કેસની સુનાવણી થવાની હતી પરંતુ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટને જ્યારે જાણ થઇ કે આ કલાકારો સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા નહોતા તો કોર્ટે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંન્ટ જાહેર કરી દીધું હતું.
ફિલ્મ કલાકારોનું કહેવું હતું કે આ લેખની ફિલ્મ એક્ટ્રેસની છબિને નુકસાન પહોંચ્યું છે. ફરિયાદકર્તા પત્રકારનો દાવો હતો કે આ ફિલ્મ કલાકારોએ એક અખબારની નિંદા કરવાને બદલે આખા પત્રકાર સમુદાયનુ અપમાન કર્યું છે.
વાસ્તવમા તમિળનાડુના એક અખબારમાં છપાયેલા એક લેખની દક્ષિણ ભારતીય ફિલ્મ કલાકારોના સંગઠને નિંદા કરી હતી. દેહવ્યાપારના એક કેસમાં પોલીસે ફિલ્મ એક્ટ્રેસ ભુવનેશ્વરીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ અખબારે દેહવ્યાપાર સાથે સંકળાયેલી કેટલીક અન્ય એક્ટ્રેસનું લિસ્ટ જાહેર કર્યું હતું જેને કારણે વિવાદ પેદા થયો હતો. જેના સંદર્ભમાં ઊટીના ફ્રીલાન્સ જર્નાલિસ્ટ એમ. રોઝારિયોએ આ કલાકારો સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો.
નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીમાં ‘કટપ્પા’ની ભૂમિકા નિભાવનારા સાઉથના સુપરસ્ટાર સત્યરાજ સહિત આઠ લોકો વિરુદ્ધ કોર્ટે બિન જામીનપાત્ર વોરંન્ટ જાહેર કર્યું છે અને આ વોરંન્ટ કોર્ટેમાં રજૂ ના થવા પર જાહેર કરવામાં આવ્યું છે.