Love Life: ગોવાના બીચ પર મિસ્ટ્રી બૉય સાથે મસ્તી કરતી દેખાઇ નોરા ફતેહી, ડાન્સરે ખુદ શેર કરી તસવીરો........

નોરા ફતેહી પોતાના ગ્લેમરસ લૂકની સાથે બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની લાઇફ હંમેશા ખુલીને જીવે છે.

Continues below advertisement

Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. નોરા ફતેહીનુ નામ (Nora Fatehi) ખુબ લોકપ્રિય છે. ઇન્ડસ્ટ્રીમાં તે પોતાની અલગ ઇમેજ બનાવી ચૂકી છે. નોરા એ કેરિયરનુ આ મુકામ પોતાની મહેનતથી હાંસલ કર્યુ છે. 

Continues below advertisement

નોરા ફતેહી પોતાના ગ્લેમરસ લૂકની સાથે બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની લાઇફ હંમેશા ખુલીને જીવે છે. આ બધાની વચ્ચે નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સ્ટનિંલ લૂક જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં નોરા ફતેહી શૉર્ટ્સ પહેરીને એક મિસ્ટ્રી બૉયની સાથે શિપ પર દરિયાની વચ્ચો વચ દેખાઇ રહી છે. 

મિસ્ટ્રી બૉય સાથે પૉઝ આપતી નોરા ફતેહી આ તસવીરોમાં એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે. વળી, તસવીરોને લઇને યૂઝર્સ આ છોકરાને લઇને સવાલો કરી રહ્યાં છે. આ પહેલા નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક્ટ્રેસ કેટલાક છોકરાઓની સાથે બીચપર ડાન્સ કરતી દેખાઇ રહી હતી. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી જલદી જ અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ થેન્ક ગૉડમાં દેખાશે. 

Continues below advertisement
Sponsored Links by Taboola