Nora Fatehi Struggle: એવું કહેવાય છે કે, મહેનત કરવાવાળા લોકોની ક્યારેય હાર નથી થતી. એટલે કોઈ પણ મુશ્કેલીઓ કેમ ના આવે, જે મહેનત કરે છે તેઓ એક દિવસે તેમનું મુકામ મળવી લે છે. આ વાત નોરા ફતેહી ઉપર બિલ્કુલ બંધબેસતી સાબિત થાય છે. લાંબા સમય સુધી સ્ટ્રગલ કરીને નોરા ફતેહીએ (Nora Fatehi) ઈંડસ્ટ્રીમાં તેની જે ઓળખ બનાવી છે તે વખાણવા લાયક છે. સૌથી મજેદાર વાત તો એ છે કે, નોરા ફતેહી હવે એ શોને જજ કરવા જઈ રહી છે જે શોમાં તે એક સમયે કંટેસ્ટેંટ એટલે કે સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ શોનું નામ છે "ઝલક દિખલા જા" અને આ શો 5 વર્ષ બાદ ફરીથી શરુ થઈ રહ્યો છે.


નોરા ફતેહી હાલ જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેણીએ ઘણી સ્ટ્રગલ કરી છે. કરિયરની શરુઆતમાં નોરાએ ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને એ શોની યાદીમાં ઝલક દિખલા જા પણ છે. જણાવી દઈએ કે, નોરા ફતેહી વર્ષ 2016માં કંટેસ્ટેંટ તરીકે જોવા મળી હતી. નોરા હંમેશા ડાન્સની શોખીન છે અને તેણીએ આ શોમાં આવીને તેના ડાન્સ મુવ્સથી બધાના દિલ જીત્યા હતા. નોરા ફતેહીની તેના ડાન્સના કારણે ઘણી પ્રસંશા થઈ હતી.


માધુરી દીક્ષિત સાથે કામ કરવા આતુર છે નોરાઃ
હવે નોરા ફતેહી 6 વર્ષ બાદ ઝલક દિખલા જા શોમાં જજ તરીકે જોવા મળશે. નોરાને જ્યારે આ તક મળી ત્યારે તે ઘણી ખુશ થઈ હતી. એટલું જ નહી તે ઘણી ઈમોશનલ થઈ હતી. નોરા જજ બનવા કરતાં એ વાતથી ઘણી ખુશ થઈ હતી કે તેને માધુરી દીક્ષિત (Madhuri Dixit) સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે.