Bappi Lahiri Daughter Video:: બપ્પી લહેરીના નિધનથી દીકરી રીમાનો હાલ બેહાલ છે. પિતાની અંતિંમ વિદાય સમયે દીકરી રીમા બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ સમયનો એકવીડિયો સામે આવ્યો છે.


 ડિસ્કો કિંગ બપ્પી લાહિરી આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. બપ્પી લાહિરીનું 69 વર્ષની વયે નિધન થયું છે. તે  OSA અને ચેસ્ટ ઇન્ફેકશનથી પીડિત હતા.  તેઓ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં પણ દાખલ હતા. બપ્પી દાએ તેમની પુત્રીની બાહોમાં અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના અવસાન બાદ રેમા આઘાતમાં છે. તેઓ ખરાબ સ્થિતિમાં છે. રીમાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભાંગી પડી અને બાળકની જેમ પિતાની અર્થી પાછળ જતી જોવા મળી રહી છે.


બપ્પી લાહિરીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યાં  તેમની અંતિમ યાત્રા સમયે દીકરી  અને તેના પુત્ર શોકતૂર હતા અને તેમના પાર્થિવ દેહને ફૂલોથી શણગારેલી એક ખુલ્લી ટ્રકમાં લઈ જવામાં આવ્યા હતા. બપ્પી લાહિરીના મૃતદેહને લઈ જતો જોઈને તેની પુત્રી રડી પડી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



વાયરલ થયો વીડિયો


બપ્પી દાની અંતિમ યાત્રાનો એક વીડિયો  વાયરલ થયો છે જેમાં તેમના મૃતદેહને ટ્રક પર ટ્રક તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તેની સાથે તેની પુત્રી રીમા પણ ચાલી રહી છે અને તેની હાલત ખરાબ છે. રીમા પિતાની અંતિમ વિદાયની ઘડીએ ભાંગી પડી હતી. બપ્પી દાના મૃત્યુ બાદ તેમના પરિવારે એક નિવેદન શેર કર્યું છે.


દીકરાની હતી રાહ


બુધવારે બપ્પી દાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા. તેમનો પુત્ર અમેરિકામાં રહે છે. તે તેના પરિવાર સાથે મુંબઈ પરત ફરરે તેની રાહ જોઈ રહ્યો હતો. આજે સવારે 3.30 વાગ્યાની આસપાસ તેઓ પરિવાર સાથે મુંબઈ આવ્યો હતો.  જે બાદ હવે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.