Guess Who: બોલિવૂડના ઘણા સેલેબ્સના તમે આજ સુધી સંઘર્ષના કિસ્સા સાંભળ્યા હશે. બોલિવૂડની ઘણી ફિલ્મી હસ્તીઓ આજે જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવામાં તેમને ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે. આજે અમે તમને એક એવા અભિનેતાની દાસ્તાન સંભળાવી રહ્યા છીએ જેણે માત્ર 6 વર્ષની નાની ઉંમરે ચાની દુકાને ચાના ગ્લાસ ધોવાનું કામ કર્યું.


આ અભિનેતા થોડો મોટો થયો તો માત્ર 14 વર્ષની નાની ઉંમરે જ પોતાની નોકરાણી જેની ઉંમર 55 વર્ષની હતી તેની સાથે શારીરિક સંબંધ બનાવી લીધા હતા. અભિનેતાએ પોતે આ વાત કબૂલ કરી હતી. તમને જણાવી દઈએ કે જે અભિનેતાની વાત થઈ રહી છે તે હવે આ દુનિયામાં નથી. તો ચાલો જાણીએ તે અભિનેતા વિશે.


શું તમે આટલી હિન્ટ આપ્યા પછી પણ તે અભિનેતાને ઓળખી શક્યા નથી? અમે તમને જણાવી રહ્યા છીએ દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઓમ પુરી વિશે. ઓમ પુરીનું વર્ષ 2018માં અવસાન થયું હતું. જોકે તેમના ઘણા કિસ્સા આજે પણ ચર્ચામાં રહે છે.


6 વર્ષની ઉંમરે ધોયા ચાના ગ્લાસ


ઓમ પુરીનો જન્મ હરિયાણાના અંબાલામાં 18 ઓક્ટોબર 1950ના રોજ એક ગરીબ પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા પર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ આરોપમાં તેમના પિતાને જેલની હવા ખાવી પડી હતી. જોકે આ સ્થિતિમાં ઓમ પુરીના પરિવાર પર સંકટ વધુ ઊંડું થયું. ત્યારે અભિનેતાએ એક ચાની દુકાને ચાના એઠા ગ્લાસ ધોવાનું કામ કર્યું.






14ની ઉંમરે 55 વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતા સંબંધ


ઓમની પોતાની નોકરાણી સાથેના સંબંધની વાત કોઈથી છુપાયેલી નથી. ઓમ પુરીનો આ કિસ્સો ઘણો વિવાદિત રહ્યો છે. આનો ઉલ્લેખ તેમની પત્ની રહેલા નંદિતા પુરીના પુસ્તક 'Unlikely Hero: Om Puri'માં છે. પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે ઓમ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમણે ઘરમાં કામ કરતી નોકરાણી જેની ઉંમર 55 વર્ષની હતી તેની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યા હતા.


ઓમ પુરી પોતે પણ આ વાત સ્વીકારી ચૂક્યા હતા. તેમણે એક વાતચીત દરમિયાન જાહેરમાં જ આ મામલે સવાલ કર્યો હતો કે, આમાં 55 વર્ષની નોકરાણીનો વાંક છે કે પછી 14 વર્ષના બાળકનો. ઓમ પુરી અહીં પોતાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. કહેવાય છે કે એક વાર નોકરાણી સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા બાદ તેમણે પછીથી પણ નોકરાણી સાથે ઘણી વાર સંબંધ બનાવ્યા હતા.


આ પણ વાંચોઃ એક સમયે 250 રૂપિયા પ્રથમ પગાર હતો, પછી ટીવીની સૌથી વધુ પગાર લેતી અભિનેત્રી બની, પરંતુ પતિની 3 શરતો અને ડૂબી ગયું 'દયાબેન'ની કારકિર્દી?