મુંબઈઃ બિગ બોસ 13 શરૂ થવાની સાથે જ વિવાદમાં આવ્યું છે. પહેલા એપિસોડથી જ શો પર અશ્લીલતાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર પણ શોનો વિરોધ થઈ રહ્યો છે. પહેલા એપિસોડમાં રાશન ભેગું કરવા માટે ઘરવાળાને આપવામાં આવેલા ટાસ્કના કારણે આ વિરોધ થઈ રહ્યો છે.


બિગ બોસના વિરોધમાં ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને તાત્કાલિકસ અસરથી કલર્સ ટીવી પરથી પ્રસારિત થતા શૉ પર રોક લગાવવાની માંગ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, સીરિયલથી અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બિગ બોસથી આપણા દેશના પારંપરિક, સામાજિક અને સાંસ્કૃતિક વારસો વગોવાઇ રહ્યો છે. ટીઆરપી અને નફાના લાલચમાં બિગ બોસના આવા કૃત્યોને ભારત જેવા વિવિધ સંસ્કૃતિના દેશમાં સાંખી લેવાય નહીં.

સોશિયલ મીડિયા યૂઝર્સના કહેવા મુજબ કાશ્મીરી મુસ્લિમ મોડલને હિન્દુ છોકરી સાથે બેડ શેર કરવાનું કહેવામાં આવ્યું છે. જેના દ્વારા શોમાં લવ જેહાદને પ્રમોટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા

દુર્ગા પૂજાના અવસર પર પતિએ ઢોલ વગાડતાં જ સાંસદ નૂસરત જહાં નાચી ઉઠી, જુઓ વીડિયો

બુમરાહ સાથે ખાસ લિસ્ટમાં સામેલ થયો શમી, જાણો વિગતે

રોહિત શર્માનો ઘટસ્ફોટ, કહ્યું- બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે.....