દિલીપ કુમારને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ડૉક્ટરે કહ્યું- ચિંતાની નથી વાત
અંદાજ, મુગલ-એ-આઝમ, નયા દૌર, મધુમતિ, દેવદાસ, રામ ઔર શ્યામ જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય આપ્યો છે. તેઓ છેલ્લે 1988માં આવેલી ફિલ્મ કિલામાં દેખાયા હતા. 1991માં તેમણે પદ્મ ભૂષણ અને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
ગત મહિને પણ દિલીપ કુમારને છાતીમાં કફ અને ન્યૂમોનિયાના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બરે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી તેમના પારિવારિક મિત્ર ફૈઝલ ફારુકીએ ટ્વિટ કરીને આપી હતી. તેમણે લખ્યું કે, રિકરિંગ ન્યૂમોનિયાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી એકવાર ખરાબ થઈ છે. જેના કારણે તેમને મુંબઈની લીલીવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ કુમાર અને સાયરા બાનુના પારિવારિક સૂત્રોના જણાવ્યા મુજબ, દિલીપ કુમારને સોમવારે રાતે આશરે 12.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લીલાવતી હોસ્પિટલના ડોક્ટર વી. રવિશંકરે જણાવ્યું કે, દિલીપ કુમારને એન્ટી બાયોટિક દવા આપવામાં આવી રહી છે. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયતનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમને ઓછામાં ઓછા 3-4 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. દિલીપ કુમારની તબિયતને લઈ ચિંતાની કોઈ વાત નથી.