પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાને આર્યન ખાન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા એવી વાતો વહેતી થઇ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ સાદિયા ખાને આ મુદ્દે સ્પષ્ટતા કરતી પ્રતિક્રિયા આપી છે.


પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાને સોશિયલ મીડિયા પર શાહરૂખના દીકરા આર્યન ખાન સાથેની એક તસવીર શેર કરી હતી.આ તસવીર બાદ  નેટીઝન્સે અનુમાન લગાવ્યું કે શું તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર સાથેના સંબંધોની અફવાઓ પર અભિનેત્રીએ આખરે પ્રતિક્રિયા આપી છે.


બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન હાલ તેની લવ લાઇફ અને રિલેશનશિપના  કારણે ચર્ચાંમાં છે. હાલ પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન સાથે તેનું નામ જોડાયું છે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વહેતી થયા બાદ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ મુદ્દે સાદિયા ખાને મૌન તોડતા આવા કોઇ સંબંઘ હોવાની વાતને નકારી કાઢી છે.


સાદિયા ખાને ડેટિંગના સમાચારને નકારી કાઢ્યા

પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાને સ્વીકાર્યું કે તે આર્યન ખાનને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈમાં મળી હતી. તેણે આર્યન ખાનને 'સ્વીટ' ગણાવ્યો હતો. યુએઈના એક પ્રકાશન સિટી ટાઈમ્સ સાથે વાત કરતા તેણે ડેટિંગના સમાચારને માત્ર અફવા ગણાવી હતી. સાદિયા ખાન કહે છે, 'આ ખૂબ જ વિચિત્ર છે કે લોકો કઈ રીતે જાણ્યા વગર મારા અને આર્યન વિશે વાર્તાઓ બનાવી રહ્યા છે. સમાચારના નામે જે કંઈ થઈ રહ્યું છે તેની મર્યાદા હોવી જોઈએ.

બીજા ઘણા લોકોએ પણ ફોટા પાડ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આર્યન સાથે સાદિયાના ફોટો પર તેણે કહ્યું, 'એનો અર્થ એ નથી કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ. આર્યન સાથે ફોટો પડાવનાર હું એકલી નહોતી. કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે ફોટા ક્લિક કર્યા અને અપલોડ પણ કર્યા. આમાંથી મારી એકલીનો જ ફોટો કેમ વાયરલ થઈ રહ્યો છે. હું આ અહેવાલોને પાયાવિહોણા કહીશ. હું માનું છું કે આર્યન ખૂબ જ સ્વીટ બોય છે અને તેનું વર્તન ઘણું સારું છે. મહેરબાની કરીને અમારા વિશે આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. પ્રેમ અને આદર.