નવી દિલ્હીઃ પાકિસ્તાની એક્ટર, મોડલ અને સિંગર મોહસિન અબ્બાસ હૈદર પર તેની પત્ની ફાતિમા સોહેલે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. ફાતિમાએ ફેસબુક પર એક લાંબી પોસ્ટ લકીને પોતાની આપવિતી જણાવી છે, સાથે જ તેણે પોતાની કેટલીક તસવીર પણ શેર કરી છે જેમાં તેને ચહેરા અને હાથ પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે.

ફાતિમાએ કહ્યું કે, મોહસિને મારા વાળ ખેંચી મને જમીન પર ઘસડી અને લાત મારી. તેણે મારા મોંઢા પર પણ મુક્કા માર્યા. મને દિવાલ પર પછાડીને ઢોરમાર માર્યો. તેણે કહ્યું કે, હું ત્યારે ગર્ભવતી હતી. પણ તેમ છતાં મેં ત્યારે એટલા માટે પોલીસ ફરિયાદ ના કરી કેમ કે મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. શું ખબર મારું આમ કરવાથી મારા આવનારા સંતાન ભવિષ્ય પર ખતરો થાય.



ફાતિમાએ કહ્યું કે મે 19 મેના રોજ મારે પુત્ર થયો. ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જાહાંગીર સાથે હતો. ખાલી ફોટો ખેંચાવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે જ તે મારી પાસે થોડી વાર માટે આવ્યો હતો.

ફાતિમાએ કહ્યું કે 17 જુલાઇના રોજ પણ જ્યારે તે પતિના ઘરે બાળકને લઇને ગઇ તો તેણે મને મારવાનું શરૂ કરી દીધું. આ તમામ પછી હું આ પોસ્ટ કરી રહી છું. હવે હું મોહસિનને સીધો કોર્ટમાં મળીશ. જોકે આ મામલે મોહસિને કંઈપણ કહેવાનું ટાળ્યું છે.