Ushna Shah Wedding: પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી ઉષના શાહ આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ ગોલ્ફર હમઝા અમીન સાથે લગ્ન કર્યા. આ કપલે કરાચીમાં નજીકના મિત્રો અને મનોરંજન જગતના સ્ટાર્સ વચ્ચે લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
જેના કારણે લોકોએ એક્ટ્રેસને ટ્રોલ કરી
કેટલાક લોકો દુલ્હન અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે ઘણા લોકો તેના ડ્રેસને કારણે અભિનેત્રીની આકરી ટીકા પણ કરી રહ્યા છે. વિવેચકોના મતે અભિનેત્રી આવો ડ્રેસ પહેરીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહી છે. ઉષનાએ તેના લગ્નમાં લાલ રંગનો લહેંગા પહેર્યો હતો, જેના પછી તે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરી રહી છે.
અભિનેત્રીએ યોગ્ય જવાબ આપ્યો
વાયરલ તસવીરોમાં અભિનેત્રી લાલ વેડિંગ ડ્રેસમાં જોઈ શકાય છે. જો કે ટ્રોલ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા પછી પણ અભિનેત્રી પીછેહઠ કરી ન હતી અને સોશિયલ મીડિયા પર ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ લખ્યું, “આ તે લોકો માટે છે જેમને મારા ડ્રેસને લઈને સમસ્યા છે. તમને મિજબાની આપવામાં આવી નથી... કે તમે મારા લાલ પાનેતર માટે પૈસા ચૂકવ્યા નથી. મારી જ્વેલરી અને પોશાક સંપૂર્ણપણે પાકિસ્તાની છે. જોકે મારું હૃદય અડધુ ઓસ્ટ્રિયન છે. અલ્લાહ આપણને ખુશ રાખે આમીન.
પતિ પાસે ઑસ્ટ્રિયન નાગરિકતા છે
જણાવી દઈએ કે, ઉષનાનો પતિ હમઝા અમીન પાસે પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રિયાની નાગરિકતા છે. આ જ કારણ છે કે તેણે પોતાના હૃદયનો અડધો ભાગ ઓસ્ટ્રિયન ગણાવ્યો છે. ઉષનાની વાત કરીએ તો અભિનેત્રી પાકિસ્તાનની જાણીતી સેલિબ્રિટી છે. વર્ષ 2013માં તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તેના પ્રથમ ટીવી ડ્રામાનું નામ મેરે ખ્વાબોં કા દિયા હતું.